સા.કોરિયાના ઓફિસર પહેલીવાર મળ્યા તાનાશાહને, બંને દેશોમાં વાતચીત પર સહમતિ

મીટિંગમાં બંને નેતાઓની વચ્ચે આવતા મહિને વાતચીત પર સહમતિ બની ગઈ છે

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 06:27 PM
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને સાઉથ કોરિયન ડેલિગેશનને ડિનર પર જાતે રિસીવ કર્યા
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને સાઉથ કોરિયન ડેલિગેશનને ડિનર પર જાતે રિસીવ કર્યા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાની વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ ચાલુ છે. તેના ભાગ રૂપે જ ઉત્તર કોરિયાના એક ડેલિગેશને મંગળવારે પહેલીવાર સરમુખત્યાર કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરી. મીટિંગમાં બંનેની વચ્ચે આવતા મહિને વાતચીત પર સહમતિ બની ગઈ છે. ખાસ વાત એ રહી કે આ ડેલિગેશનનું સ્વાગત કિમ જોંગે પોતે કર્યું. આ દરમિયાન કિમ જોંગે કહ્યું- હું હવે સાઉથ કોરિયાની સાથે સારા અને નિકટતાવાળા સંબંધો ઈચ્છું છું. મારું માનવું છે કે બંને દેશ ફરી એક સાથે આવીને ઈતિહાસ રચશે. આ પહેલા 2007માં સાઉથ કોરિયાનું એક ડેલિગેશન નોર્થ કોરિયાના પ્રવાસે ગયું હતું. ત્યારે સત્તા કિમ જોંગના પિતા કિમ જોન-ઇલના હાથમાં હતી.

નોર્થ કોરિયા વાતચીત દરમિયાન નહીં કરે ન્યૂક્લિયર ટેસ્ટ


- સિયોલ પરત ફર્યા બાદ ડેલિગેશને જણાવ્યું કે નોર્થ કોરિયા એપ્રિલમાં બંને દેશોની વચ્ચે શિખર સંમેલન કરવા પર સહમતિ સધાઈ ગઈ છે. સાથોસાથ વાતચીત દરમિયાન તેમણે પોતાના ન્યૂક્લિયર અને મિસાઇલ ટેસ્ટ બંધ કરવાની વાત પણ કહી છે.

આગળની સ્લાઇડમાં જાણો, મીટિંગમાં કયા મુદ્દે થઇ ચર્ચા...

ડિનર દરમિયાન કિમની સાથે તેમની વાઇફ રિ સોલ-લૂ અને બહેન કિમ યો-જોંગ હાજર હતી
ડિનર દરમિયાન કિમની સાથે તેમની વાઇફ રિ સોલ-લૂ અને બહેન કિમ યો-જોંગ હાજર હતી

મીટિંગમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?


- નોર્થ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) મુજબ, મીટિંગમાં નોર્થ-સાઉથની વચ્ચે સંબંધો મજબૂત કરવા અને કોરિયન પેન્નિસૂલામાં શાંતિ સ્થાપિત કરવાની વાત થઈ. આ ઉપરાંત સિયોલ ડેલિગેશને કિમને રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઇનનું પર્સનલ લેટર પણ સોંપ્યો.
- ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ ઘણા લાંબા સમયથી નોર્થ કોરિયા સાથે વાતચીત શરૂ કરવાની તરફદારી કરતા આવ્યા છે.

X
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને સાઉથ કોરિયન ડેલિગેશનને ડિનર પર જાતે રિસીવ કર્યાનોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને સાઉથ કોરિયન ડેલિગેશનને ડિનર પર જાતે રિસીવ કર્યા
ડિનર દરમિયાન કિમની સાથે તેમની વાઇફ રિ સોલ-લૂ અને બહેન કિમ યો-જોંગ હાજર હતીડિનર દરમિયાન કિમની સાથે તેમની વાઇફ રિ સોલ-લૂ અને બહેન કિમ યો-જોંગ હાજર હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App