ભારતને છોડી ચીન સાથે યુદ્ધાભ્યાસ કરશે નેપાળ, બિમ્સટેક દેશોની ડ્રિલમાં ના મોકલી સેના

નેપાળના બ્રિગેડિયર જનરલ ભંડારીએ સ્પષ્ટતા કરી છે કે, ચેંગદૂના યુદ્ધાભ્યાસમાં 20થી વધુ સૈનિક સામેલ નહીં થાય. (ફાઇલ)
નેપાળના બ્રિગેડિયર જનરલ ભંડારીએ સ્પષ્ટતા કરી છે કે, ચેંગદૂના યુદ્ધાભ્યાસમાં 20થી વધુ સૈનિક સામેલ નહીં થાય. (ફાઇલ)

divyabhaskar.com

Sep 11, 2018, 03:11 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નેપાળ ચીનની સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કરશે. સાગરમાથા ફ્રેન્ડશિપ-2ની આ મિલિટરી ડ્રિલ 17-28 સપ્ટેમ્બરની વચ્ચે ચીનના ચેંગદૂમાં થશે. નેપાળ આર્મીના સ્પોક્સપર્સન બ્રિગેડિયર જનરલ ગોકુલ ભંડારીએ કહ્યું કે, આ યુદ્ધાભ્યાસનો હેતુ આતંકવાદ વિરોધી કામગીરીને મજબૂત બનાવાનો હશે. નેપાળના પુણેમાં ચાલી રહેલા બિમ્સટેક દેશોના યુદ્ધાભ્યાસમાં સેના નહીં મોકલવાનો નિર્ણય કર્યો હતો. નેપાળ મીડિયા અનુસાર, સૈન્ય અભ્યાસને લઇને સત્તારૂઢ દળના નેતાઓમાં અસંતોષ હતો.

- ચીનની સાથે નેપાળે પહેલી જોઇન્ટ મિલિટરી ડ્રિલ ગયા વર્ષે એપ્રિલમાં કરી હતી. ત્યારબાદથી સુરક્ષાને લઇને ભારતની ચિંતાઓમાં વધારો થયો હતો. બિમ્સટેક દેશોના પહેલાં યુદ્ધાભ્યાસમાં નેપાળનું સામેલ નહીં થવું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

નેપાળ-ભારતના સંબંધોમાં અંતર યોગ્ય નહીં


- રિપોર્ટ્સ અનુસાર, નેપાળ, બિમ્સટેકમાં ભારત દ્વારા સુરક્ષા સહયોગની કોશિશને લઇને વધુ અસંતુષ્ટ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, નેપાળના અંતિમ પ્રસંગે બિમ્સટેકના યુદ્ધાભ્યાસથી એવા સમયે હાથ પરત ખેંચ્યા, જ્યારે કાઠમંડૂથી સૈન્ય દળ ભારત આવ્યું હતું.
- ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલના જણાવ્યા અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, નેપાળને ભારતના કારણે ઉશ્કેરણી કરવામાં વધુ ખુશી મળે છે.
- સિબ્બલે કહ્યું કે, નેપાળે વગર વિચાર્યે આ પગલું ઉઠાવ્યું છે જેના કારણે ભારતનો ભરોસો ધટ્યો છે. તેઓને આ વાતનો અહેસાસ ત્યારે થશે જ્યારે તે ભવિષ્યમાં સંકટમાં હશે. નેપાળે ભારતના સંબંધો ખરાબ કરવાના બદલે તેને યોગ્ય બનાવવા પડશે.


મોદીએ કરી હતી બિમ્સટેકના યુદ્ધાભ્યાસની જાહેરાત


- નેપાળના બ્રિગેડિયર જનરલ ભંડારીએ સ્પષ્ટતા કરી છે કે, ચેંગદૂના યુદ્ધાભ્યાસમાં 20થી વધુ સૈનિક સામેલ નહીં થાય. જ્યારે ભારતની સાથે સૂર્યકિરણ એક્સરસાઇઝમાં તેઓના 300 સૈનિક સામેલ થયા હતા.
- ગયા મહિને નેપાળમાં થયેલી બિમ્સટેકની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ સભ્ય દેશોના સંયુક્ત યુદ્ધાભ્યાસની વાત કરી હતી. તેમ છતાં નેપાળે યુદ્ધાભ્યાસમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો.
- નેપાળના વડાપ્રધાન કેપી ઓલી ચીનના સમર્થક ગણાય છે. એપ્રિલમાં મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન સાર્ક સમિટ અવરોધિત નહીં કરવાની વાત કરી હતી.
- ઓલીએ કહ્યું હતું કે સાર્ક એટલા માટે મહત્વની છે કારણ કે તે ક્ષેત્રના નેતાઓને સામૂહિક હિતો પર વાતચીત માટે મંચ આપે છે.

X
નેપાળના બ્રિગેડિયર જનરલ ભંડારીએ સ્પષ્ટતા કરી છે કે, ચેંગદૂના યુદ્ધાભ્યાસમાં 20થી વધુ સૈનિક સામેલ નહીં થાય. (ફાઇલ)નેપાળના બ્રિગેડિયર જનરલ ભંડારીએ સ્પષ્ટતા કરી છે કે, ચેંગદૂના યુદ્ધાભ્યાસમાં 20થી વધુ સૈનિક સામેલ નહીં થાય. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી