Home » International News » China » Modi Xi Jinping Informal talk in China on 27-28 April Said Chinese foreign Minister

27-28 એપ્રિલમાં મોદીનો ચીન પ્રવાસ, જિનપિંગ સાથે આતંકવાદ મુદ્દે ચર્ચા

Divyabhaskar.com | Updated - Apr 22, 2018, 06:51 PM

4 દિવસના ચીનના પ્રવાસ પર ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ચીનના વિદેશમંત્રી વોંગ યીએ રવિવારે સંયુક્ત નિવેદન જાહેર કર્

  • Modi Xi Jinping Informal talk in China on 27-28 April Said Chinese foreign Minister
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રિક્સ સમિટ દરમિયાન મોદી અને જિનપિંગ વચ્ચે ડોકલામ પર વાતચીત થઇ હતી. (ફાઇલ)

    બેઇજિંગ: 4 દિવસના ચીનના પ્રવાસ પર ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ચીનના વિદેશમંત્રી વોંગ યીએ રવિવારે સંયુક્ત નિવેદન જાહેર કર્યું. વોંગે કહ્યું કે 27-28 એપ્રિલના રોજ નરેન્દ્ર મોદી ચીન આવશે અને તેમના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે વાતચીત કરશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું, "બંને દેશો વચ્ચે આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ, સ્થિર વિકાસ અને વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર મળીને કામ કરવાની સંમતિ સધાઇ છે." આ પહેલા મોદી અને જિનપિંગ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા.

    બ્રહ્મપુત્રાનો ડેટા શેર કરશે ચીન- સુષ્મા

    - સુષ્મા સ્વરાજે કહ્યું, "ચીને સ્પષ્ટ કર્યું છે કે 2018માં તે સતલજ અને બ્રહ્મપુત્રા નદીઓનો ડેટા અમારી સાથે શેર કરશે. અમે ચીનના આ પગલાંનું સ્વાગત કરીએ છીએ, કારણકે તેનો પ્રભાવ ત્યાં રહેતા લોકો પર સીધો પડે છે. તેની સાથે જ નાથુલા પાસ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા એક વાર ફરી શરૂ થશે."

    મુલાકાત સફળ થાય એ સુનિશ્ચિત કરીશું- વોંગ

    - વોંગે કહ્યું, "અમે એ સુનિશ્ચિત કરીશું કે મોદી અને જિનપિંગની વચ્ચે અનૌપચારિક મુલાકાત સફળ થાય અને ભારત-ચીનના સંબંધો માટે આ માઇલસ્ટોન સાબિત થાય. ભારત વિકાસ અને પુનઃનિર્માણના મહત્વના પડાવ પર છે. ચીન પણ નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. ચીન તરફથી હું ભારતને શંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં સામેલ થવા માટે અભિનંદન આપું છું."

  • Modi Xi Jinping Informal talk in China on 27-28 April Said Chinese foreign Minister
    સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુષ્મા સ્વરાજ અને વોંગ યી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ