ચીન / કોલસાની ખાણમાં જમીન ધસી પડવાથી 19 મજૂરોનાં મોત, 2ની શોધખોળ

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો
X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

  • દુર્ઘટના સમયે ખાણમા 87 લોકો હતો, 66નો બચાવ 

  • ગત વર્ષે ડિસેમ્બરમાં અહી ખાણ ધસી પડવાથી 7 લોકોનાં મોત થાય હતા 

Divyabhaskar

Jan 13, 2019, 12:32 PM IST

બેઈજિંગઃ ચીનમાં એક કોલસાની ખાણમાં જમીન ધસી પડવાથી 19 મજૂરોનાં મોત થયા છે. આ ઉપરાંત બે મજૂરો હજુ પણ ખાણમાં ફસાયા છે. ચીનની સરકારી એજન્સી શિન્હુઆ પ્રમાણે આ ઘટના શનિવારે બપોરે શાંક્સી પ્રાંતમાં બની હતી. ત્યારે ખાણમાં 87 લોકો ફસાયા હતા. જેમાથી 66 લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. 

ચીનમાં કોલસાનાં ઉત્પાદનમાં સુધારો અને ગેરકાયદે ખનન પર પ્રતિબંધ લાદવાના પ્રયાસો કરવા છતા દેશમાં ઉદ્યોગોનો રેકોર્ડ ખરાબ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ- પશ્વિમ ચીનમાં ખાણમાં કામ કરી રહેલા 7 લોકોનાં મોત થયા હતા આ ઉપરાંત 3 ઘાયલ થયા હતા. 
2. 2017માં 375 લોકોનાં મોત થયા હતા
ગત વર્ષે ઓક્ટોબરમાં પણ શેનડોન્ગ પ્રાંતની ખાણમાં બનેલી ઘટનામાં 21નાં મોત થયા હતા. ચીનનાં રાષ્ટ્રીય કોલસા ખોદકામ સુરક્ષાનાં અધિકારીઓ પ્રમાણે, 2017માં કુલ 375 લોકો કોલસાના ખોદકામ દરમિયાન મોતને ભેટ્યા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી