ફ્લાઇટમાં અચાનક લાગી આગ, આ રીતે બચાવ્યાં એર હોસ્ટેસએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડૅસ્કઃ ચીનની ડોમેસ્ટિક ફ્લાઇટમાં પાવર બેન્કને કારણે લાગી આગ.  જો કે આ ઘટના ફ્લાઇટ ટૅક ઑફ કરે તે પહેલાં થઈ હતી. પ્લેનની અંદર રહેલા પેસેન્જરે આ શૉકિંગ વીડિયો શૂટ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ઑવરહેડ લગેજ સેક્શન ભડકે બળી રહ્યું છે. તેમાં રાખવામાં આવેલી એક બૅગમાં આગ લાગી છે. એક લેડી તે સળગતી બૅગ પર પાણી ફેંકે છે છતાં આગ હોલવાતી નથી. પછી પાણીની બૉટલ ફેંકે છે અને આગ હોલવાઈ જાય છે. આ વીડિયો ચાઇનીઝ સોશિયલ સાઇટ Weiboમાં પોસ્ટ કરાયો હતો. પાવર બેન્કમાં આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું . પાવર બૅન્કને લીધે લાગેલી આગને કારણે કોઈને કંઈ ઈજા નહોતી થઈ. જોકે ફાયર એક્સ્ટિંગ્વિશરની ગેરહાજરીની લોકોએ ખૂબ ટીકા કરી છે. આ ઘટનાને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, તમામ મુસાફરોને 3 કલાક બાદ બીજી ફ્લાઇટ ફાળવવામાં આવી હતી. આ ઘટના કહે છે કે નિર્દોષ લાગતી પાવરબૅન્ક પણ ખરેખર જોખમી બની શકે છે.
અન્ય સમાચારો પણ છે...