પ્રદૂષણ સામે કેવી રીતે લડાય, શીખો ચીન પાસેથી

ચીને 6.50 લાખ કરોડના ખર્ચે બનાવ્યું 'ફોરેસ્ટ સિટી'

DivyaBhaskar.com | Updated - Feb 12, 2018, 07:39 PM
China creates worlds first forest city
ચીન વાયુ પ્રદૂષણને કારણે વિશ્વનું સૌથી પહેલું 'ફોરેસ્ટ સિટી' બનાવી રહ્યું છે. ચીન વાતાવરણમાંથી ટોક્સિક ગેસ ઓછો કરવા વિશ્વનું સૌથી મોટું ફોરેસ્ટ સિટી બનાવી રહ્યું છે. આ ફોરેસ્ટ સિટી દક્ષિણ ચીનના પહાડી વિસ્તાર લુઝોઉના ઉત્તરમાં આવેલાં ગુઆન્ક્સીમાં બનાવવામાં આવી રહ્યું છે. આ સિટીનાં દરેક બિલ્ડિંગનાં ફ્લોર અને રસ્તા પર છોડ અને વૃક્ષ ઉગાડવામાં આવશે. જેમાં 1000થી વધુ પ્રજાતિના લાખો છોડ અને 10 લાખ વૃક્ષ ઉગાડવામાં આવશે. આ ફોરેસ્ટ સિટી તૈયાર થયાં પછી તેમાં 30,000 લોકો વસવાટ કરી શકશે. આ ફોરેસ્ટ સિટીમાં 2 હોસ્પિટલો અને આધુનિક સ્કૂલ કોલેજો પણ બનાવવામાં આવશે. આ ફોરેસ્ટ સિટીને લુઝોઉ શહેર સાથે ફાસ્ટટ્રેક રેલ અને ઇલેક્ટ્રિક કારથી જોડવામાં આવશે. અહીં ઉગાડવામાં આવેલાં છોડ અને વૃક્ષને કારણે દર વર્ષે 10,000 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ અને 57 ટન જેટલા અન્ય ટોક્સિક વાયુઓનું શોષણ થશે. જેને કારણે લગભગ દર વર્ષે વાતાવરણમાં 900 ટન જેટલો ઓક્સિજન છૂટો મૂકશે. આ ફોરેસ્ટ સિટીની ડિઝાઇન આર્કિટેક્ટ સ્ટેફનો બોરીએ કરી છે. આ ફોરેસ્ટ સિટી અંદાજિત 6.50 લાખ કરોડનાં ખર્ચે બનશે. આ ફોરેસ્ટ સિટિનું કાર્ય 2020 સુધીમાં પૂર્ણ થઈ જશે.

X
China creates worlds first forest city
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App