Home » International News » China » India and China want peace at Border says Foreign Secretary over Modi Jinping Meeting

અફઘાનિસ્તાનમાં જોઇન્ટ પ્રોજેક્ટ પર મોદી-જિનપિંગ સંમત, પાક.ની વધી ચિંતા

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 01:27 PM

આ વાતચીત બંને દેશોના સંબંધોમાં મજબૂતી લાવશે અને સાથોસાથ વેપાર અને પર્યટનના મુદ્દે પણ વાતચીત થઈ

 • India and China want peace at Border says Foreign Secretary over Modi Jinping Meeting
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ સચિવ વિજય ગોખલે

  વુહાનઃ અધિકૃત સૂત્રોના હવાલાથી ન્યુઝ એજન્સી પીટીઆઇએ જણાવ્યું છે કે, ભારત અને ચીન બંને અફઘાનિસ્તાનમાં એક જોઇન્ટ ઇકોનોમિક પ્રોજેક્ટ માટે સંમત થઇ ગયા છે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનને એક જોરદાર ઝટકો આપ્યો છે. આ પહેલા નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ દરમિયાન વુહાનમાં ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવાસને સફળ અને સકારાત્મક ગણાવ્યો. મીડિયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પ્રવાસ દરમિયાન બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના મુદ્દે વાતચીત થઈ. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોની વચ્ચે વાતચીત ઘણી સકારાત્મક રહી. આ વાતચીત બંને દેશોના સંબંધોમાં મજબૂતી લાવશે અને સાથોસાથ વેપાર અને પર્યટનના મુદ્દે પણ વાતચીત થઈ.

  અફઘાનિસ્તાનમાં આવો પહેલો પ્રોજેક્ટ

  - અધિકૃત સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે આ જોઇન્ટ પ્રોજેક્ટ પર બે દિવસો સુધી મીટિંગમાં ચર્ચા થઇ જે શનિવારે ખતમ થઇ છે. બંને દેશ પરસ્પર ચર્ચા પછી એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ પ્રોજેક્ટ કેવો હશે અને પછી બંને સાથે મળીને તેના પર કામ કરશે. છેલ્લા ઘણા વર્ષોથી યુદ્ધનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ હશે.

  - ઉલ્લેખનીય છે કે મોદીનો ચીન પ્રવાસ શરૂ થતા પહેલાથી જ પાકિસ્તાન થોડુંક ગભરાયેલું હતું. આ પ્રવાસ શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે ચીન સાથે તેમને સંબંધ પરસ્પર વિશ્વાસનો છે અને તેના પર ક્યારેય કોઇ આંચ આવી નહીં શકે. જ્યારે ચીને પણ પાક.ને કહ્યું હતું કે તેણે પીએમ મોદીના આ પ્રવાસથી ગભરાવાની જરૂર નથી.

  બંને દેશ મળી વિવાદ અને ઘર્ષણના મુદ્દાને ઉકેલ લાવશે- વિદેશ સચિવ

  - વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે બંને દેશ સીમા પર શાંતિ ઈચ્છે છે. તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં બંને દેશ મળી વિવાદ અને ઘર્ષણના મુદ્દાને ઉકેલ લાવશે. વિદેશ સચિવે જણાવ્યું કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ.

  - વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશ એક બીજાને પોતાની ફિલ્મ પણ દર્શાવશે. મંત્રાલયે કહ્યું કે વુહાનમાં બંને દેશોની વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ. કોઈ પ્રકારના કરાર નથી થયા. તેઓએ કહ્યું કે પીએમ મોદીએ આવી અનૌપચારિક બેઠકો સતત ચાલુ રાખવાની વાત કહી.

  મોદી-જિનપિંગ વચ્ચે આતંકવાદ મુદ્દે પણ થઇ વાત

  - વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે બંને દેશોની વચ્ચે ન તો કોઈ કરાર થયા છે અને ન તો કોઈ પ્રકારની ઘોષણા કરવામાં આવી છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આતંકવાદના મુદ્દે પણ વાતચીત થઈ. બંનેએ આતંકવાદ ખતમ કરવાની નીતિઓ અંગે પણ ચર્ચા કરી.

  - વિદેશ સચિવે કહ્યું કે બંને નેતાઓ (મોદી અને શી)એ આ વાત પર બળ આપ્યું કે બંને દેશો માટે ભારત-ચીન સીમા ક્ષેત્ર સાથોસાથ શાંતિ કાયમ રાખવા મહત્વપૂર્ણ છે અને તે બંનેએ નિર્ણય લીધો છે કે તેઓ સંચારને મજબૂત કરવા, વિશ્વાસ અને સમજ કાયમ રાખવા માટે પોતાના સંબંધિત સેનાઓને રણનીતિક માર્ગદર્શન જાહેર કરશે.

 • India and China want peace at Border says Foreign Secretary over Modi Jinping Meeting
  મોદીએ જિનપિંગ સાથે ઈસ્ટ લેકની મુલાકાત કરી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ