ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» China Brings Civilian Oriented Frontier Troops Under Peoples Liberation Army

  ભારતની સીમા પર સિવિલિયન ટુકડી ગોઠવશે ચીન, જિનપિંગના હાથમાં હશે કમાન

  divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 04:19 PM IST

  2013માં સત્તામાં આવ્યા બાદ જિનપિંગ મિલિટરી સહિત તમામ આર્મ્ડ ફોર્સિસને એક જ લીડરશિપમાં આવવાની વાત કહી રહ્યા હતા.
  • બોર્ડર ખાસ કરીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગોઠવાયેલી તમામ ટુકડીઓ પર પીએલએનું નિયંત્રણ રહેશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોર્ડર ખાસ કરીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગોઠવાયેલી તમામ ટુકડીઓ પર પીએલએનું નિયંત્રણ રહેશે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત સાથે જોડાયેલી સીમા પર ચીન સિવિલિયન ટુકડીઓ ગોઠવશે. આ ફ્રન્ટીયર ટ્રુપ્સને ચીનની સીમા પર મોકલવામાં આવશે. ચીનના સરકારી ન્યૂઝપેપર અનુસાર, સિવિલિયન ટુકડી હવે પીપલ્સ આર્મ્ડ પોલીસ (PAP) નહીં, પરંતુ ચીનની સેના (પીપલ્સ લિબરેશન આર્મી -PLA)ના કમાન્ડમાં કામ કરશે. ચીનની આર્મીના સુપ્રીમ લીડર પ્રેસિડન્ટ શી જિનપિંગ છે.

   પીએલએના નિયંત્રણમાં રહેશે LAC પર ગોઠવેલી તમામ ટુકડીઓ

   - ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, સીમા ખાસ કરીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગોઠવાયેલી તમામ ટુકડીઓ પર પીએલએનું સીધું નિયંત્રણ રહેશે. ઉલ્લેખનીય છે કે, પીએલએ, ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશન હેઠળ કામ કરે છે. એલએસીની લંબાઇ 3 હજાર 488 કિમી છે.
   - કમિશનની કમાન પ્રેસિડન્ટ શી જિનપિંગના હાથમાં છે. હાલમાં જ જિનપિંગ ફરીથી 5 વર્ષ માટે પ્રેસિડન્ટ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન પદે ચૂંટાયા છે.
   - જિનપિંગ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી)ના અધ્યક્ષ છે. અહીંના લોકો તેઓને માઓત્સે તુંગ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા ગણાવે છે.

   પીએપીના હાથમાં હતી સિવિલિયન ટુકડીની કમાન

   - સિવિલિયન ટુકડીનો કમાન્ડ પહેલા પીપલ્સ આર્મ્ડ પોલીસ (પીએપી)ના હાથમાં હતી. આ ટુકડીની દેખરેખ હવે ચીનની આર્મી કરશે. ચીન આર્મીના ઓફિશિયલ 'વીચેટ' એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે.
   - ગયા વર્ષે ડિસેમ્બરમાં સીપીસીએ આખા દેશમાં પીએપી પરથી નિયંત્રણ હટાવી લીધું હતું.

   શું છે પીએપી?

   - 15 લાખ સૈનિકોવાળી પીએપી ચીનની પેરા મિલિટરી ફોર્સ છે. આ પહેલાં તેની કમાન બે હાથો સેન્ટ્રલ મિલિટરી કમિશન અને સ્ટેટ કાઉન્સિલ (કેબિનેટ)ના હાથોમાં હતી.
   - જંગ દરમિયાન આ સેનાના બેકઅપ તરીકે કામ કરતી હતી. દેશની અંદર તેનું કામ પ્રદર્શન અને આતંકવાદની ઘટનાઓ પર લગામ લગાવવાનું હતું.
   - પીએપીનું કામ સીમાની સુરક્ષા અને આગ પર કાબુ મેળવવાનું પણ છે.
   - બીજિંગમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર લી દાગુઆંગ કહે છે કે, આ પ્રકારના રિફોર્મ્સથી સેના અને આર્મ્ડ પોલીસ એક જ લીડરશિપ હેઠળ કામ કરશે.
   - 2013માં સત્તામાં આવ્યા બાદ જિનપિંગ મિલિટરી સહિત ચીનની તમામ આર્મ્ડ ફોર્સિસને એક જ લીડરશિપમાં આવવાની વાત રહી રહ્યા હતા.

  • હાલમાં જ જિનપિંગ ફરીથી 5 વર્ષ માટે પ્રેસિડન્ટ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન પદે ચૂંટાયા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં જ જિનપિંગ ફરીથી 5 વર્ષ માટે પ્રેસિડન્ટ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન પદે ચૂંટાયા છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત સાથે જોડાયેલી સીમા પર ચીન સિવિલિયન ટુકડીઓ ગોઠવશે. આ ફ્રન્ટીયર ટ્રુપ્સને ચીનની સીમા પર મોકલવામાં આવશે. ચીનના સરકારી ન્યૂઝપેપર અનુસાર, સિવિલિયન ટુકડી હવે પીપલ્સ આર્મ્ડ પોલીસ (PAP) નહીં, પરંતુ ચીનની સેના (પીપલ્સ લિબરેશન આર્મી -PLA)ના કમાન્ડમાં કામ કરશે. ચીનની આર્મીના સુપ્રીમ લીડર પ્રેસિડન્ટ શી જિનપિંગ છે.

   પીએલએના નિયંત્રણમાં રહેશે LAC પર ગોઠવેલી તમામ ટુકડીઓ

   - ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, સીમા ખાસ કરીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગોઠવાયેલી તમામ ટુકડીઓ પર પીએલએનું સીધું નિયંત્રણ રહેશે. ઉલ્લેખનીય છે કે, પીએલએ, ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશન હેઠળ કામ કરે છે. એલએસીની લંબાઇ 3 હજાર 488 કિમી છે.
   - કમિશનની કમાન પ્રેસિડન્ટ શી જિનપિંગના હાથમાં છે. હાલમાં જ જિનપિંગ ફરીથી 5 વર્ષ માટે પ્રેસિડન્ટ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન પદે ચૂંટાયા છે.
   - જિનપિંગ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી)ના અધ્યક્ષ છે. અહીંના લોકો તેઓને માઓત્સે તુંગ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા ગણાવે છે.

   પીએપીના હાથમાં હતી સિવિલિયન ટુકડીની કમાન

   - સિવિલિયન ટુકડીનો કમાન્ડ પહેલા પીપલ્સ આર્મ્ડ પોલીસ (પીએપી)ના હાથમાં હતી. આ ટુકડીની દેખરેખ હવે ચીનની આર્મી કરશે. ચીન આર્મીના ઓફિશિયલ 'વીચેટ' એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે.
   - ગયા વર્ષે ડિસેમ્બરમાં સીપીસીએ આખા દેશમાં પીએપી પરથી નિયંત્રણ હટાવી લીધું હતું.

   શું છે પીએપી?

   - 15 લાખ સૈનિકોવાળી પીએપી ચીનની પેરા મિલિટરી ફોર્સ છે. આ પહેલાં તેની કમાન બે હાથો સેન્ટ્રલ મિલિટરી કમિશન અને સ્ટેટ કાઉન્સિલ (કેબિનેટ)ના હાથોમાં હતી.
   - જંગ દરમિયાન આ સેનાના બેકઅપ તરીકે કામ કરતી હતી. દેશની અંદર તેનું કામ પ્રદર્શન અને આતંકવાદની ઘટનાઓ પર લગામ લગાવવાનું હતું.
   - પીએપીનું કામ સીમાની સુરક્ષા અને આગ પર કાબુ મેળવવાનું પણ છે.
   - બીજિંગમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર લી દાગુઆંગ કહે છે કે, આ પ્રકારના રિફોર્મ્સથી સેના અને આર્મ્ડ પોલીસ એક જ લીડરશિપ હેઠળ કામ કરશે.
   - 2013માં સત્તામાં આવ્યા બાદ જિનપિંગ મિલિટરી સહિત ચીનની તમામ આર્મ્ડ ફોર્સિસને એક જ લીડરશિપમાં આવવાની વાત રહી રહ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China Brings Civilian Oriented Frontier Troops Under Peoples Liberation Army
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top