ચીનઃ ટાર્ગેટ પૂરો ન થતાં કર્મચારીઓ સાથે અમાનવીય વર્તન, પેશાબ પીવાની- વંદો ખાવા સહિતની આપી સજા

એક હોમ રિનોવેશન કંપનીએ ટાર્ગેટ પૂરો ન થવા પર પોતાના કર્મચારીઓને અમાનવીય સજા કરી હતી.

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 03:07 PM

ચીનમાં માનવતા નેવે મૂકીને અયોગ્ય વર્તનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એક હોમ રિનોવેશન કંપનીએ ટાર્ગેટ પૂરો ન થવા પર પોતાના કર્મચારીઓને સજા કરી હતી. જેમાં કર્મચારીઓને પેશાબ પીવાની અને વાંદો ખાવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતા.

બેઈજિંગઃ ચીનમાં માનવતા નેવે મૂકીને અયોગ્ય વર્તનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એક હોમ રિનોવેશન કંપનીએ ટાર્ગેટ પૂરો ન થવા પર પોતાના કર્મચારીઓને સજા કરી હતી. જેમાં કર્મચારીઓને પેશાબ પીવાની અને વંદો ખાવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતા. આટલું ઓછું હોય તેમ તેઓને બેલ્ટથી માર પણ માર્યો હતો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલાં વીડિયો અને તસવીરના અહેવાલથી જણાવાયું કે કેટલાંક વર્કર્સના માથા પણ મુંડવામાં આવ્યાં હતા. તેમજ તેઓને ટોઈલેટ બાઉલથી પાણી પીવા માટે મજબૂર કર્યાં હતા અને સેલરી પણ આપી ન હતી. સજાના રૂપે આ અમાનવીય કૃત્ય અન્ય સ્ટાફની સામે સાર્વજનિક રીતે આપવામાં આવી હતી.

ચીનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત ગાઇઝોમાં સ્થિત કંપનીની નોકરી છોડ્યાં બાદ વર્કર્સે આ ઘટનાઓની જાણકારી આપી હતી. કામદારોના જણાવ્યા મુજબ ભૂલથી ફોર્મલ કપડાં કે શૂઝ પહેર્યાં વિન ઓફિસ આવનારાંઓ પર 50 યુઆન (7.20 ડોલર) ફાઈન લગાવવામાં આવતો. સ્ટેટ મીડિયાનું કહેવું છે કે આ સજાઓ પછી પણ મોટા ભાગના સ્ટાફે નોકરી છોડી નથી.

એક લોકલ પબ્લિક સિક્યોરિટી બ્યૂરોના સોશિયલ મીડિયાની પોસ્ટ મુજબ કંપનીના 3 મેનેજરને આ અમાનવીય વર્તન માટે 5-10 દિવસ જેલની સજા પણ થઈ. એક્ટિવિસ્ટ ચીનમાં લેબર કંડિશન ઘણી ખરાબ હોવાના દાવા કરતાં રહે છે.

Employees not finish targets they force to drink urine nd eat cockroaches in China
Employees not finish targets they force to drink urine nd eat cockroaches in China
ટોઈલેટ બાઉલથી પાણી પીવા માટે મજબૂર કર્યાં હતા
ટોઈલેટ બાઉલથી પાણી પીવા માટે મજબૂર કર્યાં હતા
X
Employees not finish targets they force to drink urine nd eat cockroaches in China
Employees not finish targets they force to drink urine nd eat cockroaches in China
ટોઈલેટ બાઉલથી પાણી પીવા માટે મજબૂર કર્યાં હતાટોઈલેટ બાઉલથી પાણી પીવા માટે મજબૂર કર્યાં હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App