ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» Troops from India and China were locked in a 73-day standoff in Doklam during June-August last year

  ડોકલામ અમારો હિસ્સો, ભારત કોલ્ડ વૉર જેવી માનસિકતા અપનાવે છેઃ ચીન

  divyabhaskar.com | Last Modified - Jan 25, 2018, 06:50 PM IST

  ભારતના આર્મી ચીફ બિપિન રાવતે થોડાં દિવસ પહેલાં ડોકલામને વિવાદિત સ્થાન ગણાવ્યું હતું.
  • ચીને ભારત પર ડોકલામમાં ખોટી રીતે ઘૂસવાનો આરોપ લગાવ્યો હતો (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીને ભારત પર ડોકલામમાં ખોટી રીતે ઘૂસવાનો આરોપ લગાવ્યો હતો (ફાઇલ)

   બીજિંગઃ ચીને ગુરૂવારે ભારતના આર્મી ચીફ બિપિન રાવતના એ નિવેદનની નિંદા કરી, જેમાં તેઓએ ડોકલામને વિવાદિત ક્ષેત્ર ગણાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીનના મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક્સપર્સન કર્નલ વૂ ક્યાને કહ્યું, ડોકલામ ચીનનો હિસ્સો છે. ભારતને 73 દિવસના સ્ટેન્ડ ઓફ (જ્યારે બંને દેશોના સૈનિક આમને-સામને થઇ ગયા હતા)માંથી પાઠ લેવો જોઇએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચી શકાય. ચીને ભારત પર કોલ્ડ વોર જેવી સ્થિતિ બનવાનો આરોપ પણ લગાવ્યો હતો.

   ભારત માટે શું કહ્યું?
   - ઉલ્લેખનીય છે કે, જનરલ રાવતે આર્મી ડે (12 જાન્યુઆરી)ના રોજ કહ્યું હતું કે, ભારતે ચીન સાથે ડીલ કરવા માટે પાડોશીઓને સાથે લઇને ચાલવાનું રહેશે. તેના પર વૂએ કહ્યું, ભારતનો પાડોશીઓ પર પ્રભાવ બનાવવો તેની કોલ્ડ વોરની માનસિકતા જ દર્શાવે છે. ચીન હંમેશા તેનો વિરોધ કરતું રહ્યું છે.
   - વૂએ આગળ જણાવ્યું કે, ડોકલામ ચીનનો હિસ્સો છે. ભારત તેને ભૂતાન અને ચીનની વચ્ચે વિવાદિત ક્ષેત્ર ગણાવીને આ એરિયામાં પોતાની ગેરકાયદેસર એન્ટ્રીની વાત કબૂલે છે.

   જનરલ રાવતે શું કહ્યું હતું?
   - આર્મી ચીફે કહ્યું હતું, જ્યાં સુધી ડોકલામની વાત છે તો પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનો અહીં પોતાના એરિયામાં છે. જો કે, તેઓ એટલા નથી જેટલા પહેલાં અમે જોયા હતા. તેઓએ કેટલાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યા છે, પરંતુ તેમાં મોટાંભાગના ટેમ્પરરી છે. શક્ય છે કે, ઠંડીના કારણે પોતાના ઇક્વિપમેન્ટ્સ ના લઇ જાય અને કોઇ એવું પણ વિચારી શકે છે કે, શું તેઓ પરત ફરી શકે છે? તો અમે પણ ત્યાં છીએ. જો તેઓ પરત ફરે છે, તો તેમનો સામનો કરવામાં આવશે.
   - આ પહેલાં 12 જાન્યુઆરીના રોજ જનરલ રાવતે કહ્યું હતું, ચીન ભલે શક્તિશાળી દેશ છે, પરંતુ ભારત પણ કમજોર નથી. ભારત પોતાની સીમામાં કોઇ પણ દેશને પોતાની જમીન પર કબ્જો નહીં કરવા દે. અમારી પાસે મજબૂત 'મેકેનિઝ્મ' છે. ઉત્તર સીમા પર ચીન સાથે જોડાયેલી એલએસી પર વિવાદ યથાવત છે, જેને અમે રોકવાની કોશિશમાં લાગેલા છીએ.
   - હવે પરિસ્થિતિ 1962 જેવી નથી. દરેક ક્ષેત્રમાં સેનાની તાકાત વધી છે. સીમા પર આર્મી ગોઠવણીને પણ વધારવામાં આવી છે. પરંતુ એકલી સેના જ ચીન સાથે લડી શકે છે. જેના માટે ભારતને પાડોશી દેશોની સાથે પણ સહયોગ વધારવો પડશે. ખાસ પ્રકારે શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોને સાથે લઇને ચાલવું પડશે. જેથી ચીનની તાકાતને બેલેન્સ કરી શકાય.

  • ડોકલામ પર 73 દિવસ સુધી આમને-સામને હતી ચીન-ભારતની મિલિટરી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોકલામ પર 73 દિવસ સુધી આમને-સામને હતી ચીન-ભારતની મિલિટરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Troops from India and China were locked in a 73-day standoff in Doklam during June-August last year
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `