ચીને ફરી કહ્યું- ડોકલામ અમારી ટેરિટરી, ત્યાં ડેવલપમેન્ટ પણ કરી રહ્યાં છીએ

ભારત-ચીને ડોકલામ સહિતનો બોર્ડર પરનો વિવાદ વાતચીતથી ઉકેલવો જોઈએ તેમ પણ ચીને કહ્યું છે.

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 04:21 PM
ડોકલામ પર ભૂટાન પોતાનો હક્ક ગણાવે છે, તે હકિકતમાં અમારી ટેરેટરી છે. અમે ત્યાં નિર્માણ કાર્ય કરી રહ્યાં છીએ - ચીન
ડોકલામ પર ભૂટાન પોતાનો હક્ક ગણાવે છે, તે હકિકતમાં અમારી ટેરેટરી છે. અમે ત્યાં નિર્માણ કાર્ય કરી રહ્યાં છીએ - ચીન

ચીને ફરી એક વાર કહ્યું છે કે ડોકલામ તેમનો જ હિસ્સો છે અને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ભારત-ચીને ડોકલામ સહિતનો બોર્ડર પરનો વિવાદ વાતચીતથી ઉકેલવો જોઈએ. ગત વર્ષે 16 જૂને બંને દેશ વચ્ચે ડોકલામ વિવાદ શરૂ થયો હતો.

બેઈજિંગઃ ચીને ફરી એક વાર કહ્યું છે કે ડોકલામ તેમનો જ હિસ્સો છે અને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ભારત-ચીને ડોકલામ સહિતનો બોર્ડર પરનો વિવાદ વાતચીતથી ઉકેલવો જોઈએ. ગત વર્ષે 16 જૂને બંને દેશ વચ્ચે ડોકલામ વિવાદ શરૂ થયો હતો. ભારત-ચીનની સેના 100 મીટર સુધી આમને-સામને આવી ગઈ હતી. 28 ઓગસ્ટે 73 દિવસ બાદ નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત પહેલાં વિવાદ શાંત થઈ ગયો હતો.

ચીને ભારતીય એમ્બેસેડરના નિવેદનનો આપ્યો જવાબ


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ચીનમાં ભારતના એમ્બેસેડર ગૌતમ બંબાવાલાએ હાલમાં જ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
- બંબાવાલાએ કહ્યું હતું કે, "3,448 કિમીની ભારત-ચીન બોર્ડર પર સંવેદનશીલ જગ્યાઓ પર સ્ટેટસ બરકરાર રહેવું જોઈએ."
- આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યું હતું કે, "બંને દેશો વચ્ચે જે પણ તણાવ છે, તે એક મેકેનિઝમની મદદથી શાંતિથી ઉકેલવામાં આવશે. આ માટે વાતાવરણ ઊભું કરવું પડશે. અમને તે વાતની જાણકારી છે કે ભારતના એમ્બેસેડરે શું કહ્યું છે?"

ડોકલામ અમારો વિસ્તાર


- ડોકલામની સેટેલાઈટ ઈમેજ પર ચુનયિંગે કહ્યું કે, "જે ડોકલામ પર ભૂટાન પોતાનો હક્ક ગણાવે છે, તે હકિકતમાં અમારી ટેરેટરી છે. અમે ત્યાં નિર્માણ કાર્ય કરી રહ્યાં છીએ. ડોકલામની સ્થિતિ પર ચીનનું વલણ એકદમ પહેલાં જેવું જ છે."
- ચુનયિંગે વધુમાં કહ્યું કે, "ડોગલાંગ (ડોકલામ) સહિત સરહદને સંલગ્ન વિસ્તારો પર હંમેશાથી ચીનની જ સોવેરીનટી રહી છે. ભારતીય મીડિયા ડોકલામના ડેવલપમેન્ટને લઈને રિપોર્ટ ચલાવતા રહેતા હોય છે. તેઓને આ વાતની વધુ ચિંતા હોય છે."
- 1890માં ચીન-યુકે વચ્ચે સંધિનો હવાલો આપતાં ચુનયિંગે કહ્યું હતું કે, "ઐતિહાસિક સંધિને કારણે ભારત-ચીન સરહદ પરના સિક્કિમ સેકટરને અલગ કરવામાં આવ્યું હતું. અમે તે વાતને જ માનીએ છીએ."

બંને દેશો વચ્ચે જે પણ તણાવ છે, તે એક મેકેનિઝમની મદદથી શાંતિથી ઉકેલવામાં આવશે - ચીન
બંને દેશો વચ્ચે જે પણ તણાવ છે, તે એક મેકેનિઝમની મદદથી શાંતિથી ઉકેલવામાં આવશે - ચીન
X
ડોકલામ પર ભૂટાન પોતાનો હક્ક ગણાવે છે, તે હકિકતમાં અમારી ટેરેટરી છે. અમે ત્યાં નિર્માણ કાર્ય કરી રહ્યાં છીએ - ચીનડોકલામ પર ભૂટાન પોતાનો હક્ક ગણાવે છે, તે હકિકતમાં અમારી ટેરેટરી છે. અમે ત્યાં નિર્માણ કાર્ય કરી રહ્યાં છીએ - ચીન
બંને દેશો વચ્ચે જે પણ તણાવ છે, તે એક મેકેનિઝમની મદદથી શાંતિથી ઉકેલવામાં આવશે - ચીનબંને દેશો વચ્ચે જે પણ તણાવ છે, તે એક મેકેનિઝમની મદદથી શાંતિથી ઉકેલવામાં આવશે - ચીન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App