ચીન ખૂની જંગ માટે તૈયાર, નહીં આપીએ એક ઇંચ જમીનઃ શી જિનપિંગ

મંગળવારે નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં પહેલું ભાષણ આપ્યું

divyabhaskar.com | Updated - Mar 20, 2018, 03:19 PM
શી જિનપિંગે મંગળવારે વાર્ષિક કોંગ્રેસ બેઠકના અંતિમ દિવસે જિનપિંગને કહ્યું કે, ચીનને તોડનારાઓને કડક સજા આપવામાં આવશે. (ફાઇલ)
શી જિનપિંગે મંગળવારે વાર્ષિક કોંગ્રેસ બેઠકના અંતિમ દિવસે જિનપિંગને કહ્યું કે, ચીનને તોડનારાઓને કડક સજા આપવામાં આવશે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ફરીવાર પદ સંભાળ્યા બાદ મંગળવારે નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં પહેલું ભાષણ આપ્યું. તેમાં જિનપિંગે દેશની સ્વાયત્તાને પડકાર આપતી તાકાત પર કડક વલણ અપનાવવાની વાત કહી. તેઓએ કહ્યું કે, ચીન વિશ્વમાં પોતાનું સ્થાન મેળવવા માટે ખૂની લડાઇ લડવા માટે પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ચીનની સંસદને જિનપિંગને આજીવન દેશની સત્તા સંભાળવાનો અધિકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિવેદન સાથે જિનપિંગે તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવ્યો છે.


એક ઇંચ જમીનનો સમજૂતી નહીં કરે ચીન


- પોતાના 30 મિનિટ લાંબા ભાષણમાં જિનપિંગે કહ્યું, ચીનના લોકો અને આખા રાષ્ટ્રની એવી ધારણા છે કે, કોઇ પણ અમારી પાસેથી એક ઇંચ જમીન છીનવી ના શકે.
- આપણે આપણી સ્વાયત્તા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવી જોઇએ, જેથી આખા ચીનને હંમેશા એક સાથે રાખી શકીએ. આ દેશના મૂળભૂત ઢાંચાનો આધાર છે.
- ઉલ્લેખનીય છે કે, ચીન તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ નિવેદનથી જિનપિંગે તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવ્યો છે.

અલગાવવાદીઓને મળશે સજા


- અલગાવવાદી (સેપરેટિસ્ટ) તાકાતને ચેતવણી આપતા જિનપિંગે કહ્યું કે, ચીનના ઇતિહાસને જોતા એ સ્પષ્ટ છે કે, જે પણ તાકાત દેશી વિરૂદ્ધ કામ કરે છે તેનો અંત નિશ્ચિત છે. ચીનની વિરૂદ્ધ કામ કરતાં લોકોને સૌથી મોટી સજાઓ આપવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે, ચીન તાઇવાન સિવાય દલાઇ લામાને પણ અલગાવવાદી ગણે છે. હાલમાં જ ચીને શિનજિયાંગ પ્રાંતમાં લઘુમતિ ઉઇગર મુસ્લિમોના અલગાવવાદી સંગઠન ઇસ્ટ તુર્કીસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ વિરૂદ્ધ પણ સતત ઓપરેશન ચલાવ્યા છે.


ચીનને કોઇ જોખમ નથી


- અમેરિકા અને ભારત સામે નિશાન સાધતા જિનપિંગ કહ્યું કે, ચીન ક્યારેય અન્ય દેશો પર વિસ્તારવાદી નીતિ નહીં અપનાવે. માત્ર એવા લોકો અન્યોને જોખમની માફક જૂએ છે જેઓ પોતે બીજાં માટે જોખમ છે.
- બીજાં દેશો અને ત્યાંના લોકોની ભલાઇ માટે ઉઠાવવામાં આવેલા ચીની નાગરિકોના પગલાંઓને ખોટી રીતે ના જોવા જોઇએ, કારણ કે અંતે જીત સચ્ચાઇની જ થાય છે.

આગળની સ્લાઇડમાં જાણો, જિનપિંગને મળી અસીમિત તાકાત...

જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે.
જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે.

જિનપિંગને મળી અમાપ તાકાત 


- આ વર્ષે બેઠકમાં ચીનની સંસદે સંવિધાનમાંથી એ નિયમને હટાવી દીધો છે જે હેઠળ કોઇ પણ વ્યક્તિ માત્ર 2 વખત જ પ્રેસિડન્ટ રહી શકે છે. એટલે કે, જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે. 
- સંસદમાં વોટિંગ દરમિયાન કોંગ્રેસના 2964 સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ જ પ્રેસિડન્ટ બનવાની સીમા વધારવા વિરૂદ્ધ વોટિંગ કર્યુ હતું, જ્યારે ત્રણ સભ્યોએ વોટિંગમાં ભાગ લીધો નહતો. આ હિસાબે શી હવે માઓ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. 

 

X
શી જિનપિંગે મંગળવારે વાર્ષિક કોંગ્રેસ બેઠકના અંતિમ દિવસે જિનપિંગને કહ્યું કે, ચીનને તોડનારાઓને કડક સજા આપવામાં આવશે. (ફાઇલ)શી જિનપિંગે મંગળવારે વાર્ષિક કોંગ્રેસ બેઠકના અંતિમ દિવસે જિનપિંગને કહ્યું કે, ચીનને તોડનારાઓને કડક સજા આપવામાં આવશે. (ફાઇલ)
જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે.જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App