Divya Bhaskar

Home » International News » China » An enterprising thief in eastern China has given new meaning to the phrase highway robbery

ચીનમાં એક વ્યક્તિએ 800 મીટર હાઇવે ચોરી લીધો, 51 હજારમાં વેચ્યો

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 05:41 PM

ચોરીની ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મળ્યા મજેદાર રિએક્શન

  • An enterprising thief in eastern China has given new meaning to the phrase highway robbery
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચીનમાં એક વ્યક્તિએ રાતોરાત 50 હજાર રૂપિયામાં હાઇવેની 800 મીટર સડક વેચી દીધી.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનમાં એક વ્યક્તિએ હાઇવે રોબરીના તમામ સ્તરો પાર કરી દીધા છે. આ વ્યક્તિએ રાતોરાત 800 મીટર કોન્ક્રિટનો રોડ ચોરી લીધો. ચાઇની ન્યૂઝ સર્વિસના રિપોર્ટ અનુસાર, જિઆંગ્સૂ પ્રોવિન્સમાં લોકોએ જ્યારે સડક ગાયબ થઇ ગઇ હોવાની સુચના આપી તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેઓએ પોલીસને આ વિશે 24 જાન્યુઆરીના રોજ જણાવ્યું કે, સડકનો એક હિસ્સો ગાયબ થઇ ગયો હતો. કેટલાંક લોકોને એમ પણ લાગ્યું કે, રોડ રિનેવોશનનું કામ પ્રાથમિક માહિતી વગર જ શરૂ થઇ ગયું હશે. ચીનના સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઇને હજારો કોમેન્ટ્સ આવી રહી છે.


    કેવી રીતે જાણ થઇ ચોરની?


    - ચીન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી. તે સમયે જાણ થઇ કે, ઝૂ નામના એક વ્યક્તિને ખોદકામ કરવા માટે રાખવામાં આવ્યો હતો.
    - ઝૂએ ખોદકામ કરનારની મદદથી સડક કાપી અને પછી ટ્રકની મદદથી કોંક્રીટના ટૂકડાં સ્ટોન મટિરિયલ ફેક્ટરીને વેચી દીધા.


    કમાણીનો રસ્તો શોધી રહ્યો હતો ચોર?


    - ઝૂ કમાણીનો રસ્તો શોધી રહ્યો હતો. તેને લાગ્યું કે, રોડને કાપીને ચોરવાથી અને તેનો ક્રોંકિટ વેચી દેવાથી સારો બિઝનેસ થઇ શકે છે. તેણે જણાવ્યું કે, આ રસ્તાનો ઉપયોગ કોઇ નથી કરી રહ્યું. તેથી મેં વિચાર્યું કે હું રોડ કાપીને તેના સિમેન્ટના પીસ વેચીને થોડી કમાણી કરી લઉં.


    કેટલાંમાં વેચ્યો 800 મીટર રોડ?


    - 800 મીટર રોડમાંથી અંદાજિત 500 ટન કોંક્રિટના સ્લેબ્સ નિકળ્યા. તેને ફેક્ટરી માલિકે 5000 યુઆન એટલે કે, અંદાજિત 51 હજાર રૂપિયામાં ખરીદી લીધા.


    સોશિયલ મીડિયા પર શું રિએક્શન આવ્યા?


    - ચીનના સોશિયલ મીડિયા પર હાઇવે ચોરીની ઘટનાને લઇને હજારો કોમેન્ટ્સ આવ્યા છે.
    - ટ્વીટર જેવા સોશિયલ નેટવર્ક વીબો પર એક વ્યક્તિએ લખ્યું કે, ગરીબીએ ઝૂને ખરેખર ઇનોવેટિવ બનાવી દીધો.
    - વધુ એક વ્યક્તિએ લખ્યું કે, આ ચોરી માટેની સૌથી યોગ્ય સજા તેના માટે એ જ હશે કે, તે આ સડકનો હિસ્સો ફરીથી બનાવે.

  • An enterprising thief in eastern China has given new meaning to the phrase highway robbery
    ટ્વીટર જેવા સોશિયલ નેટવર્ક વીબો પર એક વ્યક્તિએ લખ્યું કે, ગરીબીએ ઝૂને ખરેખર ઇનોવેટિવ બનાવી દીધો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending