રિપોર્ટ / ચીનના મિલિટરી ડ્રોનના કારણે અમેરિકા સાથે આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાશેઃ US થિંક ટેન્ક

વિંગ લુંગ આઇ-ડી એક કોમ્બેટ અને સ્પાય ડ્રોન છે
વિંગ લુંગ આઇ-ડી એક કોમ્બેટ અને સ્પાય ડ્રોન છે
X
વિંગ લુંગ આઇ-ડી એક કોમ્બેટ અને સ્પાય ડ્રોન છેવિંગ લુંગ આઇ-ડી એક કોમ્બેટ અને સ્પાય ડ્રોન છે

  • બીજિંગે એક માનવરહિત ડ્રોન બોમ્બર અને સ્ટીલ્થ કોમ્બેટ ડ્રોન તૈયાર કર્યુ છે 
  • યુએસ થિંક ટેન્કના રિપોર્ટે અમેરિકાને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્મ રેસ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. 
  • અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે ડ્રોન યુદ્ધમાં મિલિટરી કાર્યવાહીને ઘટાડી દેશે 

divyabhaskar.com

Feb 11, 2019, 03:52 PM IST
બીજિંગ (ચીન): અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર, ચીને મિલિટરી ડ્રોન ડેવલપ કર્યા છે જેના કારણે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્મ રેસ અને આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાશે. બીજિંગે થોડાં મહિનાઓ અગાઉ ઘાતક માનવરહિત ડ્રોન બોમ્બર અને સ્ટીલ્થ કોમ્બેટ ડ્રોન તૈયાર કર્યા છે, જેને યુદ્ધમાં મુક્યા બાદ દિશાનિર્દેશ માટે માણસોની પણ જરૂર નથી. વોશિંગ્ટનમાં આવેલી થિંક ટેન્કે ચેતવણી આપી છે કે, આ પ્રકારના ડ્રોન યુદ્ધમાં મિલિટરી કાર્યવાહીમાં પણ ઘટાડો કરશે. કારણ કે, ડ્રોન મુક્યા બાદ માણસોની ઓછી જરૂર પડશે. 

AI સિસ્ટમને લઇ કોઇ નિયમો કે કાયદા નહીં

1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મહત્વ
સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યોરિટી અનુસાર, ડ્રોન ટેક્નોલોજી સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન હ્યુમન બ્રેઇનની માફક કામ કરે છે. ચીનના અધિકારીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માટે ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીઓ અનુસાર, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સિસ્ટમના ઉપયોગને લઇને કોઇ નિયમો નહીં હોવાના કારણે ગેરસમજ અને અનિચ્છનીય તણાવ ઉભો થઇ શકે છે. 
ચીનના મોટાંભાગના લીડર્સે મિલિટરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધારાને મહત્વ આવ્યું છે અને આક્રમકતાથી તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ચીનનું વર્તન આક્રમક રીતે  રોબોટિક વેપન્સ અને સર્વેલન્સ માટે આર્ટિફિશિયલ ટેક્નોલોજીના ડેવલપ, ઉપયોગ અને એક્સપોર્ટનું રહ્યું છે. 
ચીનના ડિફેન્સ ફર્મના ઝેંગ યીએ કહ્યું કે, મેકેનિઝમ ઇક્વિપમેન્ટ હ્યુમન બોડીના હાથ જેવું જ કામ કરે છે. ભવિષ્યમાં ઇન્ટેલિજન્સ યુદ્ધોમાં AI સિસ્ટમ હ્યુમન બ્રેઇન તરીકે કામ કરશે. ભવિષ્યમાં યુદ્ધ ઇન્ટેલિજન્સ સર્વોચ્ચતાને લઇ જ થશે. 
4. ડિસેમ્બરમાં ડ્રોન બોમ્બરના ફૂટેજ
ડિસેમ્બર મહિનામાં ચીને તેના લેટેસ્ટ ડ્રોન બોમ્બરના ફૂટેજ રિલિઝ કર્યા હતા, જેમાં કેવી રીતે માનવ રહિત એરક્રાફ્ટ તેની પહેલી ફ્લાઇટ કમ્પલિટ કરે છે તે દર્શાવવામાં આવ્યું હતું. 
વિંગ લુંગ આઇ-ડી એક કોમ્બેટ અને સ્પાય ડ્રોન છે, જે 10 અલગ અલગ પ્રકારના વેપન્સ સાથે સતત 35 કલાક સુધી ઉડી શકે છે. આ 35 કલાક દરમિયાન ડ્રોનમાં રિફ્યૂઅલિંગ કરવાની પણ જરૂર નથી. 
આ કોમ્બેટ ડ્રોનમાં લેસર ગાઇડડે મિસાઇલ છે જે ટેન્કને 1.4મીટરની એક ચીજ સમજીને 23,000 ફૂટના અંતરેથી નષ્ટ કરી શકે છે. 
બ્લોફિશ A2 એક હેલિકોપ્ટર ડ્રોન છે જેમાં AK-47 અથવા મશીન ગન જેવા વેપન્સ પણ રાખવામાં આવ્યા છે જે તેના ફાયર પાવરમાં વધારો કરે છે. 
આ ઉપરાંત ચીને ગત વર્ષે CH-7 અથવા Rainbow-7 સ્ટીલ્થ કોમ્બેટ ડ્રોન પણ વિકસિત કર્યુ હતું. આ ડ્રોન 800 કિમી/કલાક સુધી ઉડી શકે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી