ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» China justifies infrastructure development in Doklam says for betterment of troops

  ડોકલામમાં ઇન્ફ્રા. વધારવું યોગ્ય, સૈનિકોનું જીવન સુધારવું ઉદ્દેશ: ચીન

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 05:00 PM IST

  ચીને શુક્રવારે ડોકલામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર સ્પષ્ટતા કરી
  • ડોકલામ વિસ્તારમાં બંને દેશોની વચ્ચે 16 જૂનથી 28 ઓગસ્ટ દરમિયાન ટકરાવ ચાલ્યો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોકલામ વિસ્તારમાં બંને દેશોની વચ્ચે 16 જૂનથી 28 ઓગસ્ટ દરમિયાન ટકરાવ ચાલ્યો હતો. (ફાઇલ)

   બેઇજિંગ: ચીને શુક્રવારે ડોકલામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર સ્પષ્ટતા કરી. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું, "આ કાયદેસર રીતે છે અને ત્યાં રહેતા સૈનિકો અને લોકોની જિંદગીને વધુ સારી બનાવવાનો અમારો ઉદ્દેશ છે." તાજેતરમાં આવેલા મીડિયા રિપોર્ટ્સમાં ડોકલામમાં ચીનના મિલિટ્રી કોમ્પ્લેક્સની સેટેલાઇટ ઇમેજ જાહેર થવા પર લૂ કાંગે કહ્યું, "મેં આવા રિપોર્ટ્સ જોયા છે. મને નથી ખબર કોણ આ પ્રકારના ફોટાઓ જાહેર કરે છે. જોકે, આ વિશે મને પૂરતી જાણકારી નથી." ઉલ્લેખનીય છે કે ભારતના આર્મી ચીફ બિપિન રાવતે ડોકલામ પર નિવેદન આપ્યું હતું કે ત્યાં અમારી પણ સેનાઓ હાજર છે અને ત્યાં ચીનના સૈનિકોની હાજરી એ ગંભીર વાત નથી.

   ચીનના વિદેશ મંત્રાલયે બીજું શું કહ્યું?

   1) ડોંગલાંગ હંમેશાંથી અમારું હતું અને રહેશે

   - લૂ કાંગે કહ્યું, "ડોંગલાંગ (ડોકલામ)માં ચીનની સ્થિતિ અતિશય સ્પષ્ટ છે. ડોંગલાંગ હંમેશાંથી અમારું હતું અને હંમેશાં અમારા જ અધિકારક્ષેત્રમાં રહેશે. આ વાતને લઇને કોઇપણ પ્રકારનો વિવાદ નથી. સરહદની વધુ સારી દેખરેખની સાથે-સાથે ત્યાં રહેતા લોકો અને જવાનોની જિંદગીને વધુ સારી બનાવવા માટે ચીન ત્યાં કંસ્ટ્રક્શન કરી રહ્યું છે. તેમાં સડકો પણ સામેલ છે."

   2) બીજા દેશ પણ અમારા પર નિવેદનો ના કરે

   - "આ કાયદેસર છે અને તર્કસંગત છે. જે રીતે ભારતીય વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અમે લોકો નિવેદન નથી આપતા, અમે આશા રાખીએ છીએ કે બીજા દેશ પણ અમારા વિસ્તારમાં કરવામાં આવી રહેલા કંસ્ટ્રક્શન પર કમેન્ટ ન કરે."

   3) ડોકલામ વિવાદમાંથી બોધપાઠ લેશે ભારત

   - ભારતીય આર્મી ચીફના નિવેદન કે ડોકલામ વિવાદિત વિસ્તાર છે, તેના પર લૂ કાંગે કહ્યું, "ભારતના સિનિયર મિલિટ્રી ઓફિસરે એ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય સૈન્યોએ સરહદ પાર કરી હતી. આ ઘટનાએ ભારત અને ચીનના સંબંધોને મુશ્કેલ પરીક્ષાના સમયમાં નાખી દીધો હતો. અમને આશા છે કે ભારતીય પક્ષ તેમાંથી કંઇક બોધપાઠ લેશે અને ફરીથી એવું કરવામાંથી બચશે."

   4) મોદી-જિનપિંગ વચ્ચે સંબંધો પર વાત થઇ

   - BRICS સમિટમાં નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગની મુલાકાત પર કાંગે કહ્યું, "સમિટ દરમિયાન બંને લીડર્સે હકીકતમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ સારા કરવા અને ભવિષ્યમાં થનારા વિકાસને લઇને ચર્ચા કરી. અમને લાગે છે કે તેનાી સાથે જોડાયેલા બીજા લોકો પણ તે સામંજસ્યનું પ્રામાણિકતાથી પાલન કરશે, જેવું મોદી-જિનપિંગે દર્શાવ્યું. તેનાથી બોર્ડર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં અને દ્વિપક્ષીય સંબંધોને સારા બનાવવામાં મદદ મળશે."

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China justifies infrastructure development in Doklam says for betterment of troops
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `