ચીને ડિફેન્સ બજેટમાં કર્યો 8.1 ટકાનો વધારો, ભારત માટે વધી મુશ્કેલીઓ

ચીને વર્ષ 2018માં ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કર્યો છે, જાણો આ ડિફેન્સ બજેટથી ભારત પર શું અસર પડશે?

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 11:54 AM
રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરાયેલા બજેટ રિપોર્ટ અનુસાર, આ વધારો ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધારે છે.  (ફાઇલ)
રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરાયેલા બજેટ રિપોર્ટ અનુસાર, આ વધારો ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધારે છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીન વર્ષ 2018માં પોતાના ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કરવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરવામાં આવેલા બજેટ રિપોર્ટ અનુસાર, બજેટમાં આ વધારો ગત વર્ષની સરખામણીએ સાત ગણો છે. આ બજેટ ભારતની સરખામણીએ અંદાજિત ત્રણ ગણું છે. 13મી એનપીસીની પ્રથમ વાર્ષિક બેઠકના સ્પોક્સપર્નસ ઝાંગ યેસુઇએ રવિવારે એક કોન્ફરન્સમાં કહ્યું કે, અનેક પ્રમુખ દેશોની સરખામણીએ ચીનના રક્ષા બજેટમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) અને રાષ્ટ્રીય નાણાકીય ખર્ચથી નાનકડો હિસ્સો લેવામાં આવ્યો છે. ઝાંગે કહ્યું કે, દેશના પ્રતિ વ્યક્તિ સૈન્ય ખર્ચ અન્ય પ્રમુખ દેશોની સરખામણીએ ઓછો છે.


સંસદ પહેલા મીડિયા સામે રજૂ કર્યો રિપોર્ટ


- ચીનની સરકારી ન્યૂજ એજન્સી શિન્હુઆ અનુસાર, સોમવારે શરૂ થઇ રહેલા 13માં નેશનલ પીપલ્સ કોંગ્રેસના પહેલાં સેશન સામે રજૂ થતાં પહેલાં આ રિપોર્ટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યો છે.
- આ રક્ષા બજેટમાં 8.1 ટકાના વધારાનો પ્રસ્તાવ છે. ચીને ગયા વર્ષે પોતાનું બજેટ વધારીને 150.5 અબજ ડોલર (9 લાખ 79 હજાર કરોડ રૂપિયા) કર્યુ હતું.
- 2013 બાદ આવું ત્રીજી વખત બન્યું છે કે, જ્યારે ચીને પોતાના ડિફેન્સ બજેટના પરસેન્ટમાં સિંગલ ડિજીટનો વધારો કર્યો હોય.
- 2016માં ચીને તેમાં 7.6 ટકા અને 2017માં 7 ટકાનો વધારો થયો હતો.


અમેરિકા હજુ પણ ટોપ પર


- ડિફેન્સ બજેટ મામલે અમેરિકા આજે પણ વિશ્વમાં ટોપ પર છે. તેનું હાલનું રક્ષા બજેટ 602.8 અબજ ડોલર (39 લાખ 21 હજાર 515 કરોડ રૂપિયા) છે.


અનેક દેશો સામે સંઘર્ષ


- ભારત અને ચીનની વચ્ચે ચાર હજાર કિલોમીટરથી વધારે લાંબી બોર્ડર છે. તેમાં અનેક સ્થળો પર વિવાદ છે. હાલમાં ડોકલામ વિવાદ પણ કંઇક આ પ્રકારનો જ હતો.
- શેનકાકૂ આઇલેન્ડને લઇને ચીન અને જાપાનનો જૂનો સંઘર્ષ છે. બંને દેશો આ આઇલેન્ડ પર પોત-પોતાનો હક દર્શાવે છે.
- સાઉથ ચાઇના સીમાં જાપાન સિવાય, વિયેતનામ, ફિલિપાઇન્સ અને મલેશિયા સાથે તેનો સંઘર્ષ બધાની સામે છે.

આગળની સ્લાઇડમાં જાણો, ભારતના સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરેએ આ અંગે શું નિવેદન આપ્યું...

ભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે: સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરે (ફાઇલ)
ભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે: સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરે (ફાઇલ)

ભારત માટે વધશે પરેશાનીઓ? 


- ચીનના વધી રહેલા ડિફેન્સ બજેટથી ભારત પર શું ફરક પડશે? આ એવો સવાલ છે જેનો જવાબ હાલ મળવો મુશ્કેલ છે. 
- ચીન જે પ્રકારે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે, ભારતીય સીમાની આસપાસ ઝડપથી નિર્માણ કાર્ય થઇ રહ્યું છે, એવામાં સંભવ છે કે, આવનારા સમયમાં વધેલું રક્ષા બજેટ એવી ગતિવિધિઓમાં કામમાં આવે જે ભારત માટે પ્રતિકૂળ સાબિત થાય. 

 

ચીનની સીમા પર પરિસ્થિતિ સંવેદનશીલઃ ભામરે 


- થોડાં સમયે પહેલાં જ સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરેએ કહ્યું હતું કે, ભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે તથા અહીં સ્થિતિ વધારે ગંભીર બનવાની સંભાવના છે. 
- તેઓએ એ વાતની પણ આશંકા વ્યક્ત કરી છે કે, ભારતના પાડોશમાં અસ્થિરતના કારણે ડબલ્યુએમડીનો પ્રસાર થવાની સંભાવના વધી ગઇ છે. જે એવા હાથોમાં પણ લાગી શકે છે, જેનો કોઇ પણ દેશ સાથે મતલબ નથી. 
- એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભામરેએ કહ્યું કે, એલએસી પર ઘણી વાતો થઇ રહી છે. તમે નથી જાણી શકતા કે તેમાંથી કઇ વાતને લઇને મામલો ગંભીર થઇ શકે છે. 

X
રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરાયેલા બજેટ રિપોર્ટ અનુસાર, આ વધારો ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધારે છે.  (ફાઇલ)રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરાયેલા બજેટ રિપોર્ટ અનુસાર, આ વધારો ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધારે છે. (ફાઇલ)
ભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે: સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરે (ફાઇલ)ભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે: સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App