Home » International News » China » 6 incidents of history where world leaders shook hands and reduced distance

ઇતિહાસના 6 પ્રસંગઃ વિશ્વ નેતાઓએ હાથ મિલાવ્યા, વર્ષોનું અંતર ઘટાડ્યું

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 06:15 PM

એશિયાની બે તસવીરો શુક્રવારે દુનિયા માટે ચર્ચાનો વિષય રહી, શરૂઆત કોરિયન પેનીન્સુલાથી થઇ

  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કિમ જોંગ ઉન 65 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દક્ષિણ કોરિયા પહોંચનારા ઉત્તર કોરિયન સરમુખત્યાર છે.

    બેઇજિંગ/સિયોલ: એશિયાની બે તસવીરો શુક્રવારે દુનિયા માટે ચર્ચાનો વિષય રહી. શરૂઆત કોરિયન પેનીન્સુલાથી થઇ, જ્યાં પહેલીવાર ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયન જમીન પર પગ મૂક્યો. 65 વર્ષોમાં આવું પહેલીવાર થયું છે જ્યારે ઉત્તર કોરિયાનો કોઇ શાસક દક્ષિણ કોરિયા આવ્યો હોય. બીજી તસવીર નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની હતી. બંને નેતાઓ છેલ્લા ચાર વર્ષમાં 11મી વાખત હાથ મેળવી રહ્યા હતા પરંતુ આ વખતે બંનેની મુલાકાત ઐતિહાસિક હતી. ઐતિહાસિક એટલા માટે કારણકે મોદી આ વખતે ઔપચારિક વાતચીત માટે ચીન ગયા હતા.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, વિશ્વનેતાઓના હસ્તધૂનની તસવીરો

  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી પછી પહેલીવાર ચીન સાથે ઔપચારિક મુલાકાત કરી છે.

    મોદી અને જિનપિંગ

     

    પ્રસંગ: નરેન્દ્ર મોદી 27-28 એપ્રિલના રોજ 2 દિવસની અનૌપચારિક શિખર મંત્રણા માટે ચીન પહોંચ્યા. જિનપિંગ વુહાન શહેરમાં પ્રોટોકોલ તોડીને પહેલીવાર કોઇ નેતાને મળ્યા. 

  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્યૂબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો અને બરાક ઓબામા 2013માં પહેલીવાર હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

    ઓબામા અને રાઉલ કાસ્ત્રો

     

    પ્રસંગ: 2013માં નેલ્સન મંડેલાની શ્રદ્ધાંજલિ સભા હતી. 88 વર્ષોમાં પહેલીવાર બરાક ઓબામા અને ક્યૂબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રોએ હાથ મિલાવ્યા. 

     

    ખટાશ કેમ હતી? ક્યૂબા આરોપ લગાવતું હતું કે અમેરિકા રાઉલ કાસ્ત્રોના મોટાભાઈ ફિદેલ કાસ્ત્રોની હત્યા કરાવવા માંગતું હતું. 

  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકાના રાષ્ટ્રપતિ હૈરી ટ્રુમેન, બ્રિટનના વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલ અને રશિયાના લીડર જોસેફ સ્ટાલિન વિશ્વ યુદ્ધ જીત્યા બાદ જર્મનીના પોટ્સડેમમાં મળ્યા હતા. (ફાઇલ)

    સ્ટાલિન-હેરી ટ્રુમેન અને વિન્સ્ટન ચર્ચિલની મુલાકાત

     

    પ્રસંગ: 1945માં વિશ્વયુદ્ધ જીત્યા પચી જર્મનીમાં રશિયાના સરમુખત્યાર સ્ટાલિન જોસેફ, અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન અને બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની મીટિંગ થઇ. આ મીટિંગ 17 જૂલાઇથી 2 ઓગસ્ટ સુધી ચાલી હતી. 

  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાન પ્રવાસ બાદ પાકિસ્તાનમાં નવાજ શરીફને શુભેચ્છા આપવા ઉતર્યા હતા. (ફાઇલ)
    મોદી અને શરીફ 
     
    પ્રસંગ: 25 ડિસેમ્બર, 2015માં નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પાછા ફરતા વખતે પાકિસ્તાન ગયા હતા. ત્યારે પાક પીએમ રહેલા નવાઝ શરીફે લાહોર એરપોર્ટ પર પોતે મોદીનું સ્વાગત કર્યું હતું. 
     
    ખટાશ કેમ હતી: કાશ્મીર વિવાદને લઇને બંને દેશોમાં તણાવ હતો. આ મીટિંગને મોદી તરફથી દોસ્તીની શરૂઆત તરીકે જોવામાં આવી હતી. 
  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈઝરાયેલના વડાપ્રધાન ઇત્જાક રાબિન અને પેલેસ્ટાઇનના નેતા યાસિર અરાફાતે ઓસ્લો સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે પહેલીવાર વ્હાઇટ હાઉસની બહાર એક મંચ પર જોવા મળ્યા હતા. (ફાઇલ)

    ઇત્ઝાક, અરાફાત અને બિલ ક્લિન્ટન

     

    પ્રસંગ: 13 સપ્ટેમ્બર, 1993ના રોજ વ્હાઇટ હાઉસમાં પહેલીવાર ઇઝરાયેલના વડાપ્રધાન ઇત્ઝાક રાબિન અને ફિલિપાઇન્સના નેતા યાસિર અરાફાત મળ્યા. 

     

    ખટાશ કેમ હતી: ઇઝરાયેલ અને ફિલિપાઇન્સમાં જમીન પર કબ્જાને લઇને વિવાદ હતો. 

  • 6 incidents of history where world leaders shook hands and reduced distance
    2015માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તાઇવાનના રાષ્ટ્રપતિ મા યિંગ જિઉની વચ્ચે સિંગાપુરમાં મુલાકાત થઇ હતી.

    શી જિનપિંગ અને મા યિંગ જિઉ


    પ્રસંગઃ 2016માં સિંગાપુરમાં રાષ્ટ્રપતિ મા યિંગ અને શી જિનપિંગની મીટિંગનો હતો.
    ખટાશ કેમ હતીઃ તાઇવાન ચીનથી 1949માં અલગ થયું હતું, પરંતુ ચીન તેને પોતાનો હિસ્સો બતાવતું હતું. તેના કારણે જ 69 વર્ષ સુધી બંને દેશોની વચ્ચે વાતચીત બંધ રહી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ