તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગૂઠાના નખ જેટલાં પગ, 226 ગ્રામ વજનઃ વિશ્વનું સૌથી નાનું બાળક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેનાં પગ સામાન્ય વ્યક્તિના અંગૂઠાના નખ જેટલા હતા અને તેનું વજન માત્ર 226 ગ્રામ જેટલું હતું. ડોક્ટર્સને હતું કે, એમિલિયા ગ્રેબાર્કઝીક લાંબું નહીં ખેંચે, પણ ડોક્ટર્સેને ખોટાં પાડીને એમિલિયા હવે નવ મહિનાની થઇ ગઇ છે. જર્મનીના વિટેનમાં જન્મેલી એમિલિયાની જન્મ સમયે લંબાઇ માત્ર 22 સેમી હતી. તેનું વજન 226 ગ્રામ જ હતું. બાળકીને ડોક્ટર્સે 'ધ લિટલ ફાઇટર' નામ આપ્યું. હવે, એમિલિયાનું વજન 3.2 કિલો જેટલું છે.

છ મહિના સુધી જીવન-મરણ વચ્ચે ખાધા ઝોલા
- જર્મનીની સેંટ મેરીઝ હોસ્પિટલના ચિલ્ડ્રન એન્ડ યૂથ ક્લિનિકના હેડ ડો. બાહમેન ઘરાવીએ જણાવ્યું હતું કે, એમિલિયાનું જીવન એક ચમત્કાર જ છે.
- એમિલિયાની મમ્મીને જ્યારે 26મો સપ્તાહનો ગર્ભ હતો ત્યારે ડોક્ટર્સને ખબર પડી કે, એમિલિયાને જરૂરી પોષણ નથી મળી રહ્યું અને પરિણામે ગર્ભમાં જ તેનું મૃત્યુ થવાનો ભય હતો.
- આથી ડોક્ટર્સે એમિલિયાની મમ્મી સબિન અને પપ્પા લુકાસને મેડિકલ કન્ડિશન અંગે સમજાવ્યું.
- દીકરી કદાચ જીવી પણ શકે તેવી આશા સાથે સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું.
- લગભગ છ મહિના સુધી એમિલિયા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી.
- પ્રીમેચ્યોર ડિલિવરી અને સાવ ઓછા વજનને કારણે બાળક અન્ય ડિસેબિલિટીનો શિકાર બની શકે છે, પરંતુ સદભાગ્યે એમિલિયાને કોઇ ગંભીર રોગ હજી સુધી નથી થયો.
સ્લાઇડ બદલોને જુઓ 'ધ લિટલ ફાઇટલ' એમિલિયાનો ફોટો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો