વોર્નિંગઃ એન્ડ્રોઇડ, આઇફોન, વ્હોટ્સએપ બધું જ હેક કરી શકે જગત જમાદાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ઇચ્છે તે ડિવાઇસ હેક કરવા સક્ષમ છે. વિકિલીક્સે થોડા દિવસો અગાઉ જગત જમાદાર અમેરિકાની મુખ્ય જાસૂસી સંસ્થા CIAના અંદાજે 9000 જેટલા ડોક્યુમેન્ટ્સ લીક કર્યા હતા. 
 
- વિકિલીક્સનો દાવો છે કે, CIA પાસે અત્યંત એડવાન્સ હેકિંગ ટૂલ્સ છે. જે વિશ્વના લગભગ દરેક ડિવાઇસને હેક કરવા સક્ષમ છે. 
- વિકિલીક્સ એવી વેબસાઇટ છે જે સિક્રેટ એક્સપોઝ કરવા માટે પંકાયેલી છે. હાલમાં વિકિલીક્સે લીક કરેલા ડોક્યુમેન્ટ્સમાં CIAની વિવિધ ડિવાઇસને જાસૂસી માટે હેક કરવા માટેની ટેક્નિક્સ અંગે ડિસ્કશન છે.    
- અમેરિકાની સૌથી મોટી જાસૂસી સંસ્થા CIAના પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ્સ લીક કર્યા છે.
-  CIA અને વ્હાઇટ હાઉસ બંનેમાંથી કોઇએ પણ ડોક્યુમેન્ટ્સ ખરાઇ અંગે કોઇ કોમેન્ટ કરી નથી. 
 
લીક થયેલા ડોક્યુમેન્ટ્સમાં શું છે
 
- વિકિલીક્સે લીક કરેલા CIAના ડોક્યુમેન્ટ્સમાં ઉલ્લેખ છે કે, જગત જમાદાર અમેરિકાની મુખ્ય જાસૂસી સંસ્થા કોઇ ડિવાઇસ કે સિસ્ટમની હાર્ડવેર અને સોફ્ટવેરની ખામી જાણીને તેનો કોઇને જણાવ્યા વિન દુરોપયોગ કરે છે. 
- કોઇ અમેરિકન કંપનીને પણ આમાં રાહત આપવામાં નથી આવતી.  
 
સ્લાઇડ્સ બદલોને જાણો જગત જમાદાર અમેરિકાની મુખ્ય જાસૂસી સંસ્થા અંગે શું કહે છે લીક થયેલા ડોક્યુમેન્ટ્સ 
અન્ય સમાચારો પણ છે...