વિશ્વ પર Brexitનો ખતરો: કેમ અંગ્રેજોના દેશનું ભવિષ્ય અધ્ધરતાલ?

Brexit and India: the effect of Britain's exit from European Union on the world

divyabhaskar.com

Jun 22, 2016, 05:58 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ 23 જૂનનો દિવસ બ્રિટન અને યુરોપીયન યુનિયન(EU) માટે અત્યંત મહત્વનો સાહિત થયો છે. 2008ની મંદી બાદ ફિનાન્સ વર્લ્ડમાં આ બીજી એવી ઘટના છે કે જેની ચર્ચા દુનિયાઆખીમાં થઇ રહી છે. યુકે યુરોપીયન યુનિયન(EU)નો ભાગ રહેશે કે નહીં એ અંગે 23 જૂને રેફરેન્ડમ કરાયું. આ ઘટનાને Brexit કહેવાઇ છે.
શા માટે થવું છે અલગ?
બ્રિટનના યુરોપીયન યુનિયનમાં સામેલ થયા બાદ Brexit ઇચ્છતા લોકોને લાગ્યું કે EU પોતાના મૂળ સિદ્ધાંતમાંથી ભટકી ગયું છે અને લોકતંત્રનો દમ ઘૂંટાઇ રહ્યો છે. તેમનું માનવું છે કે EUમાંથી નીકળ્યા બાદ બ્રિટન પોતાની સંપ્રભુતાને ફરી હાંસલ કરી શકશે. આ ઉપરાંત ઇમિગ્રેશન પર પણ લગામ લગાવી શકાશે. આ માટે ગત ઇલેક્શનમાં પીએમ ડેવિડ કેમરોને પોતાની કન્ઝર્વેટિવ પાર્ટી અને એન્ટી-EU વોટર્સને વચન આપ્યું હતું કે 2017ના અંત સુધી Brexit માટે રેફરેન્ડમ કરાવાશે. જોકે, જે લોકો Brexit નથી ઇચ્છતા તેમનું કહેવું છે કે EUમાં રહેવાને કારણે શાંતિ અને સંપન્નતા બની રહેશે. EU પોર્ટુગલથી લઇને ફિનલેન્ડ સુધી 50 કરોડ લોકોને સુરક્ષા આપે છે.
બ્રિટનમાં ભારતની 800 કંપનીઝ
આ દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર કેમરોને કહ્યું કે 'EUમાં રહેવા માટે જ વોટ આપે કારણ કે ખોટી રીતે EUમાંથી અલગ થયા તો આપણા અર્થતંત્ર પર ખરાબ અસર થઇ શકે છે.' ભારતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો Brexit આપણા માટે પણ અત્યંત મહત્વનું બની રહે છે. બ્રિટનમાં 800થી વધુ ભારતીય કંપનીઝ કાર્યરત્ત છે. EUમાંથી બહાર થવાથી આ કંપનીઝના વિઝનેસ પર અસર પડી સકે છે. કારણ કે મોટાભાગની કંપનીઝ યુકેમાં રહીને ઓપન યુરોપીયન માર્કેટમાં બિઝનેસ કરે છે. જેને લીધે ભારતીય અર્થતંત્ર પર પણ Brexitની અસર પડી શકે છે.
ભારતીયો પર અસર?
Brexitની ભારત કે ભારતીયો પર પણ અસર ચોક્કસથી પડવાની જ. હાલમાં ભારત બ્રિટનમાં ત્રીજા નંબરનું વિદેશી રોકાણકાર છે. ભારતની લગભગ 800થી વધુ કંપનીઓ બ્રિટનમાં કાર્યરત્ત છે, જેમા 1 લાખ કરતા વધુ લોકો કામ કરે છે. Brexitને કારણે આ કંપનીઓમાં અનિશ્ચિત્તાનું પ્રમાણ સર્જાઇ શકે છે. તો બ્રિટનનું માર્કેટ ભારત માટે ખુલ્લું હોવાને કારણે ભારતમાં નોકરીઓની સંખ્યા ઘટશે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે. એટલું જ નહીં, Brexitને કારણે ભારતની વિદેશી નિકાસમાં પણ અસર પહોંચશે. જાણકારાનો મતે Brexitને કારણે ભારતની નિકાસ પર ચોક્કસથી અસર પડશે.
કરન્સી પર અસર
- ભારત પર થનારા બિઝનેસ પર જોખમ
- યુરો અને પાઉન્ડનું મુલ્ય ઘટતા ભારતની નિકાસમાં ઘટાડો નોંધાઇ શકે છે.
- યુકેમાં પોતાના પ્લાન્ટ્સ થકી યુરોપના માર્કેટમાં બિઝનેસ મુશ્કેલ થતા ટાટાની જગુઆર અને લેન્ડ રોવરનો એન્યુઅલ પ્રોફિટ એક દાયકામાં 10,000 કરોડ સુધી ઘટી શકે છે.
આગળની સ્લાઇડમાં વાંચો... Brexitનું A ટૂ Z... કઇ રીતે બન્યો Brexit શબ્દ... Brexitની શું પડશે અસર...
X
Brexit and India: the effect of Britain's exit from European Union on the world

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી