તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીલંકામાં આજે પણ જીવીત રાવણની બહેન શૂર્પણખા! કરે છે ભવિષ્યવાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અત્યારસુધી રાવણની બહેન શૂર્પણખાના કિસ્સા પુસ્તકોમાં સાંભળવા મળ્યા, પરંતુ શ્રીલંકામાં એક મહિલા શૂર્પણખાનો અવતાર હોવાનો દાવો કરે છે. ગંગા સુદર્શની નામની આ મહિલાનો દાવો છે કે ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે તેને અગાઉથી જ આભાસ થાય છે. ભગવાને આપેલી આ ખૂબીનો ઉપયોગ તે લોકોના દુઃખ દૂર કરવા માટે કરે છે.

એસ્ટ્રોલોઝર નહીં ભવિષ્યવક્તા

- ગંગાનું કહેવું છે કે હું એસ્ટ્રોલોઝર નથી, કેમ કે મે ક્યારેય તેની તાલિમ નથી લીધી. હું ભવિષ્યવાણી કરી શકુ છું.
- તેણે જણાવ્યું કે બાળપણમાં પોતાના પિતાના મિત્રની ગાડીનું એક્સિડેન્ટ થવાની ભવિષ્યવાણી કરી હતી, જે સાચી ઠરી.
- ગંગાનો દાવો છે કે તેની કોઈપણ ભવિષ્યવાણી ખોટી સાબિત નથી થઈ.
- તેનું કહેવું છે કે 'ભવિષ્ય જણાવવા માટે માણસનું નામ અને જન્મની જ જાણકારી પૂરતી છે.'
- ગંગાનું કહેવું છે કે ભવિષ્યમાં થનારી ઘટના સારી હોય કે ખરાબ તેનો આભાસ પણ થાય છે.
- ગંગાની ભવિષ્યવાણીની વાત 1974માં ત્યારે સામે આવી જ્યારે માર્ટિન એર ફ્લાઈટ ડીસી 8 ક્રેસ થયું, જેમાં 191 લોકોનાં મોત થયા હતા.
- ગંગાને દેશમાં લોકો VVIP તરીકે ઓળખે છે. રાજનેતાથી લઈને ધાર્મિક અને દરેક ક્ષેત્રના લોકો મુલાકાતે આવે છે.
- ગંગાનું કહેવું છે કે 'મને ફોલો કરનારા લોકો મને માતા માને છે, અને મારા નિર્દેશોથી તેમના જીવનના દુઃખો દુર થાય છે.'
- તેનું કહેવું છે કે તે પોતાની શક્તિથી જરૂરિયાતમંદ લોકોની તમામ તકલીફો અને પરેશાની દૂર કરી દેવામાં સક્ષમ છે.

વિરાસતમાં મળી શક્તિ


ગંગાનું કહેવું છે કે તેને આ શક્તિ વિરાસતમાં મળી છે. તે બાળપણમાં પણ આવી એક્ટિવિટીઝમાં જોડાતી હતી. આ પ્રકારની પ્રેક્સિટસ તેના પિતા અંગમપોડી અલાદ્દીન ડી સોયસા પણ કરતા હતા. ગંગાના પિતા આયુર્વેદિક ફિઝિશિયન પણ હતા.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો,....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો