ધોળીયાઓને ચૂનો લગાવવા અહીંયા લોકો શીખે અંગ્રેજી, છેતરીને બનાવે સેક્સ ટેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દરેક ફેસબુક યૂઝર્સને ક્યારેક ને ક્યારેક તો અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય છે. ઘણીવાર અમદાવાદના છોકરાને યુકે કે યુએસની હોટ પ્રોફાઇલ પિકવાળી છોકરીને રિક્વેસ્ટ આવે. આવું કેમ બનતું હશે? તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે, પણ તમને આવેલી અજાણી હોટ યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટના તાર આફ્રિકાના નાનકડા દેશ મોરક્કો સુધી પણ પહોંચી શકે છે. 
 
મોરક્કોના ઓએડ ઝેમ નામના ગામમાં અંગ્રેજી શીખવાનો લોકોને ભારે ક્રેઝ છે. આ નાનકડા ગામના યંગસ્ટર્સ YouTube પર વીડિયો જોઇને ઇંગ્લિશ શીખે છે. તમને જાણીને કદાચ આંચકો લાગશે પણ અહીંયાના લોકો ઇંગ્લિશ એટલે શીખે છે જેથી અંગ્રેજ યુવક અને પુરુષોને ફેસબુક પર જાળમાં ફસાવી શકાય અને તેમની સેક્સ ટેપ બનાવી તેમની પાસેથી બ્લેકમેલ કરીને તગડી રકમ વસૂલી શકાય. બ્રિટિશ ન્યૂઝપેપર ધ સનના રિપોર્ટરે મોરક્કો જઇને બ્લેકમેલર્સે કેવી રીતે ઓપરેટ કરે છે અને કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે તે પોતાના રિપોર્ટમાં રજૂ કર્યું છેઃ
 
- ઓએડ ઝેમના બ્લેકમેલર્સ અનુસાર, બ્રિટનના લોકોને એટલે ટારગેટ કરવામાં આવી રહ્યા છે કારણ કે, તેઓ વધુ રકમ ચૂકવતા હોય છે.
- અહીં બ્લેકમેલર્સ ખાસ કરીને લાઇવ વેબકેમ રેકેટ ચલાવે છે. 
- બ્લેકમેલર્સ પહેલાં તો કોઇ યુવકને સેક્સ વીડિયો બનાવવા માટે પ્રેરે છે અને પછી તે વીડિયો લીક કરવાની અથવા તેના પરિવારને વીડિયો મોકલવાની ધમકી આપીને પૈસા પડાવે છે. 
- આવી ધમકીઓને કારણે ઘણા સુસાઇડના કિસ્સાઓ પણ બન્યા છે. 
 
સ્લાઇડ બદલોને વાંચોઃ વિશ્વનું બ્લેકમેલર્સનું કેપિટલ છે મોરક્કોમાં
અન્ય સમાચારો પણ છે...