તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક્યો: 3 વર્ષમાં જાપાનમાં વૃદ્ધો માટે રોબોટ બસો દોડતી થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ટોક્યો: જો તમને સેલ્ફ ડ્રાઈવિંગ બસો શરૂ કરવા માટે જગ્યા જોઈતી હોય તો તેના માટે સૌથી બહેતર જગ્યા જાપાન છે. આ દેશમાં માર્ગોનું નેટવર્ક ઘણું સારું અને વ્યાપક છે. અહીં વૃદ્ધોની વધી રહેલી સંખ્યાને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધુ વિશ્વાસ છે. પરંતુ ગ્રાહકો ઘટવાથી બસ ઓપરેટરોના કારોબારને અસર પડી રહી છે. તેના પરિણામે બસ ઓપરેટ કરતી બે તૃત્યાંશ કંપનીઓ નુકસાનમાં છે. પ્રાંતીય સરકારોને તેમને મદદ માટે આગળ આવવું પડે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને અગ્રણી ટેક અને દૂરસંચાર કંપની સોફ્ટબેંક ગ્રૂપ કોર્પ ડ્રાઈવરરહિત બસનું પરીક્ષણ કરી રહી છે. કંપની એવુ માને છે કે, આ બસ ટ્રાન્સપોર્ટ કંપનીઓની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડીને અડધી કરી શકે છે. આમ તો, ગૂગલ અને ઉબેર ટેકનોલોજીસ અને અન્ય ઓટોમેકર કંપનીઓ પણ સેલ્ફ ડ્રાઈવિંગ કારોનું પરીક્ષણ કરી રહી છે. પરંતુ હજુ તેમણે એટલા સ્માર્ટ થવું પડશે કે તેઓ અસામાન્ય પરિસ્થિતિમાં પણ સુરક્ષિત રીતે વાહન કાઢી શકે. પરંતુ બસોને પૂર્વનિર્ધારિત સસ્તા પર ચાલવાનું હોય છે તેથી ઓછી મિકેનિકલ ઈન્ટેલિજન્સથી પણ રસ્તા પર બસો ચાલી શકે છે. જો સોફ્ટબેંક તેમના પ્રયાસોમાં સફળ રહેશે તો તેની સેલ્ફ ડ્રાઈવિંગ બસો 2019 સુધીમાં દોડતી થશે.

બસના પ્રોટોટાઈપનું પ્રારંભિક સફળ પરીક્ષણ

આ પ્રોજેક્ટ પર સોફ્ટબેંકનો એક એકમ એસબી ડ્રાઈવ કોર્પ કામ કરી રહ્યો છે. તેના સીઈઓ યુકી સાજી(31)એ જણાવ્યા અનુસાર સેલ્ફ ડ્રાઈવિંગ બસોના પ્રોટોટાઈપનું શરૂઆતનું પરીક્ષણ સફળ રહ્યું છે. આગામી વર્ષ સુધીમાં વાસ્તવિક માર્ગો પર પરીક્ષણ માટે ચાર શહેરોની મંજૂરી લેવામાં આવી છે. એસબી ડ્રાઈવ કોર્પની શરૂઆત આ વર્ષે એપ્રિલમાં એડવાન્સ્ડ સ્માર્ટ મોબિલિટી કંપની સાથે સંયુક્ત ઉદ્યમ તરીકે થઈ હતી. આ યુનિવર્સિટી ઓફ ટોક્યો આર્ટિફિશિયલ - ઈન્ટેલિજન્સનો એક એકમ છે. તેનું નેતૃત્વ ટોયોટા મોટર કોર્પના એક ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીના હાથમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો