• Gujarati News
  • National
  • James Howells Was An Early Convert To The Technology Long Before Bitcoin Became All The Rage

યુવકે ભંગાર સમજીને ફેંકી દીધા 638 કરોડ રૂપિયા, હવે કરી આવી અરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડની ન્યૂપોર્ટ સિટીમાં રહેતા જેમ્સ હોવેલ્સે પોતાની કિસ્મતને ભંગાર સમજીને ફેંકી દીધી છે. 32 વર્ષીય જેમ્સ હોવેલ્સે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિટકોઇનમાં જંગી રોકાણ કર્યુ હતું. 'ડિજીટલ ગોલ્ડ' તરીકે ઓળખાતી આ ક્રિપ્ટકરન્સીના ભાવ અત્યારે આકાશને આંબી રહ્યા છે. છેલ્લાં દિવસોમાં વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇન ‘ડિજિટલ ગોલ્ડ’ સાબિત થઇ, જેણે વિશ્વભરમાં કરન્સી માર્કેટમાં બિટકોઇને હાહકાર મચાવી દીધો છે. વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇન રેકોર્ડ બ્રેક 11000 ડોલરની સપાટી કુદાવી 11150 ડોલરને આંબી ગયો હતો. જેમ્સે જે સમયે રોકાણ કર્યુ તે સમયે તેને ખ્યાલ પણ નહીં હોય કે, જે કોમ્પ્યુટરને તે ભંગાર સમજીને ફેંકી રહ્યો છે તેમાં તેને કરોડપતિ બનાવવાની ચાવી છે. 


શું છે ઘટના? 
- જેમ્સના કોમ્પ્યુટરમાં 74 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (638 કરોડ)ના બિટકોઇન ડેટા સેવ હતો. આ કોમ્પ્યુટરને તેણે ચાર વર્ષ પહેલાં ભંગાર સમજીને ફેંકી દીધું હતું. 
- આ કોમ્પ્યુટરમાં જેમ્સ હોવેલ્સની માલિકીના 7,500 બિટકોઇન હતા. જેની તે સમયની કિંમત 4.50 કરોડ રૂપિયા હતા. આજે આ બિટકોઇનની કિંમત 638 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 
- ચાર વર્ષ અગાઉ તેણે ન્યૂપોર્ટ શહેરમાં આવેલા પોતાના ઘરે ભંગાર સમજીને આ કોમ્પ્યુટરને ફેંકી દીધું હતું. આ કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવમાં બિટકોઇન કરન્સી હતી. 

 

હવે શહેરના મેયર પાસે માંગી મદદ 
- જેમ્સ આ બિટકોઇનને એક્સેસ કરી શકે તેમ નથી. કારણ કે, કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવ ભંગારમાં ફેંકી દીધી હતી. આ ભંગાર અત્યારે જમીનમાં દટાઇ ગયો છે. 
- આ આઇટી વર્કરે હવે શહેરના કાઉન્સિલને મદદ માટે અરજી કરી છે. જેમાં તેણે પોતાની હાર્ડ ડ્રાઇવ માટે ભંગાર દટાયેલી જમીન પર ખોદકામ કરવાની મંજૂરી માંગી છે. - જો કે, શહેર કાઉન્સિલે આ પ્રકારના કોઇ પણ ખોદકામની મંજૂરી આપી નથી. 
- જેમ્સની ઘણી બધી અરજીઓ રદ્દ થતાં તેણે શહેર કાઉન્સિલને 638 કરોડના 10 ટકા રૂપિયા તેમને આપવાની પણ ઓફર કરી છે. 

 

ખોદકામ કરવાની કાઉન્સિલની મનાઇ 
- જે સ્થળે આ કાટમાળ દબાયો છે તે એરિયામાં એચડબલ્યુઆરસી (હાઉસહોલ્ડ વેસ્ટ રિસાઇકલિંગ સેન્ટર) ખોદકામ કરી શકે નહીં. કારણ કે આ કામ માટે અહીં રહેણાંક વિસ્તારના લોકોનો મત લેવો પડે. 
- આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષોમાં અહીં અનેકગણો કાટમાળ દબાઇ ગયો હોય જેને હટાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરો પડે. 
- આ લેન્ડફિલમાં 350,000 ટન વેસ્ટ દબાયેલું છે. વાર્ષિક અહીં 50,000 ટન ભંગાર ફેંકવામાં આવે છે. 
- વળી, લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તે હાર્ડ ડ્રાઇવ મળે તેવી કોઇ શક્યતાઓ નથી. 

 

અન્ય સમાચારો પણ છે...