તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે ઘૂંટણીયે પડ્યું'તું PAK, ઇન્ડિયન આર્મીએ લાહોરમાં લહેરાવ્યો'તો ત્રિરંગો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડિયન એરફોર્સના ડોક્યુમેન્ટ્સમાં નવો ખુલાસો થયો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, કારગિલ યુદ્ધ દરમિયાન ભારત પાકિસ્તાનના બેઝને નષ્ટ કરી શકતો હતો. 13 જૂન 1999એ ઇન્ડિયન એરફોર્સના ફાઇટર જેટ પાકિસ્તાન બેઝથી થોડી જ મિનિટો દૂર હતા. ઉલ્લેખનીય છે કે, 1965ની ઇન્ડો-પાક. વોર દરમિયાન ભારતીય સૈનિકોએ લાહોરમાં ઘૂસીને ત્રિરંગો લહેરાવ્યો હતો. વાસ્તવમાં પાકિસ્તાની સૈન્યએ ભારતીય એરબેસમાં ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાને ભારતના એરબેઝને નષ્ટ કરવા માટે ઘણા સિક્રેટ ઓપરેશન ચલાવ્યા હતા.
જાણો 1965માં પાકિસ્તાન કેવી રીતે ભારતીય એરબેઝમાં ઘૂસ્યું અને શું હતું તેમનું પ્લાનિંગ
- ચીફ ઓફ પાક આર્મી સ્ટાફ જનરલ મુહમ્મદ મુસા અનુસાર, સાત સપ્ટેમ્બર 1965એ સ્પેશિયલ સર્વિસીઝ ગ્રૂપના કમાન્ડો પેરાશૂટ દ્વારા ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા.
- અંદાજે 135 કમાન્ડો ભારત અને ત્રણ એરબેઝ (હલવારા, પઠાનકોટ અને આદમપુર) પર ઉતાર્યા હતા. જો કે, આ દુઃસાહસની તેમણે ભારે કિંમત ચૂકવવી પડી હતી.
- પાકિસ્તાનના 22 કમાન્ડો જ પાછા વતન જઇ શક્યા હતા, 93 પાક કમાન્ડોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાં એક ઓપરેશનના કમાન્ડર મેજર ખાલિદ બટ્ટ પણ સામેલ હતા.
- પાકિસ્તાની સૈન્યએ નિષ્ફળતા માટે પ્લાનિંગમાં રહેલ કચાશને જવાબદાર ઠેરવી હતી.
ભારતે આવી રીતે આપ્યો જવાબ
- જો કે, આટલી નિષ્ફળતા છતાં પાકિસ્તાની સૈન્યનો દાવો હતો કે, તેમના કમાન્ડો મિશનથી ભારતીય સૈન્યના કેટલાક ઓપરેશન પર અસર પડી હતી.
- ભારતીય સૈન્યની 14મી ઇન્ફ્રેન્ટ્રી ડિવિઝને પેરાટ્રૂપર્સને પકડવા માટે ડાયવર્ટ કરી ત્યારે પાકિસ્તાની એર ફોર્સે ભારતીય સૈનિકોના કેટલાંક વાહનો પર હુમલો કર્યો હતો.
- આ દરમિયાન પાકિસ્તાનમાં એ સમાચાર ઝડપથી ફેલાઇ ગયા કે, ભારતે પાકિસ્તાનના સિક્રેટ ઓપરેશનનો પણ તેમની સ્ટાઇલમાં જ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં કમાન્ડો મોકલ્યા છે.
લેટર બોમ્બ
- સાત સપ્ટેમ્બરે ચીનમાં પાકિસ્તાની રાજદૂતે ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ લિયૂ શાઓકી સાથે મુલાકાત કરી અને અયૂબ ખાનની ચિઠ્ઠી દર્શાવતા તેમણે ચીનની મદદ માગી.
- તેના પછીના જ દિવસથી ભારત પર 'લેટર બોમ્બ'ની શરૂઆત થઇ ગઇ. ચીને ભારત પર આરોપ લગાવ્યો કે, તેમણે અક્સાઇ ચીન અને સિક્કિમમાં એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇનના ચીની વિસ્તારમાં સૈનિકોને મોકલી દીધા છે.
- 1962ના યુદ્ધ પછી પહેલી વખત ઘૂસણખોરીને કાશ્મીરની સ્થિતિ સાથે સાંકળવામાં આવી.
સ્લાઇડ્સ બદલોને વાંચો લાહોરમાં ઘૂસીને ભારતીય સૈન્યએ ઝંડો કેવી રીતે લહેરાવ્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો