1

Divya Bhaskar

Home » International News » Bhaskar Gyan » Woman in China develops blood clots after staring at phone for 20 hours straight

મોબાઈલ પર લાંબી વાતો કરતા લોકો માટે ચેતવણી, વાંચી લો પહેલા આ ન્યૂઝ

Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 12:05 PM IST

મહિલા સતત 20 કલાક સુધી પોતાના ફોનમાં જ ચીપકી રહી હતી

  • Woman in China develops blood clots after staring at phone for 20 hours straight
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ફોન પર લાંબા સમય સુધી વાતો કરવી ખરેખર ખતરનાક છે. જો તમે આવું કરો છો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. ચીનમાં એક મહિલાએ કલાકો સુધી ફોન પર વાતો કરવાને લીધે મગજમાં લોહી જામી ગયું અને તેણી ગંભીર રીતે બીમાર થઇ ગઈ.

    આગળ વાંચો, કલાકો સુધી ફોનમાં વાત કરવાને લીધે મહિલાને કેવી તકલીફો પડી...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Woman in China develops blood clots after staring at phone for 20 hours straight
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ મહિલા ટ્રેનમાં સફર કરી રહી હતી. આ દરમિયાન તે 20 કલાક સુધી પોતાના ફોનમાં જ ચીપકી રહી હતી. ચીનના સ્થાનીય મીડિયાએ આ બાબતની જાણકારી દેતા જણાવ્યું કે, મંગળવારે આ મહિલાને હેનાન પ્રાંતથી ગવાંઝાકાઉની ટ્રેન પકડી હતી. પણ 20 કલાકની આ સફર પછી તે જેવી ટ્રેનથી નીચે ઉતરી કે તેને બોલવામાં તકલીફ થવા લાગી. તેની બોલી લથડવા લાગી, તેને ચલાવામાં પણ તકલીફ પડવા લાગી.આવામાં તેણીને હોસ્પિટલ લઇ જવી પડી. જ્યાં તપાસ પછી પક્ષાઘાતનું ખબર પડી. તેના પછી તેનું ઇમર્જન્સી ઓપરેશન પણ કરવું પડ્યું. 

     

  • Woman in China develops blood clots after staring at phone for 20 hours straight
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મહિલાનું ઓપરેશન કરનાર ડોક્ટરનું માનીએ તો જો મહિલાનું તરત ઓપરેશન ન કરાયું હોત તો તેનું મોત થઇ શકે એમ હોત. ડોક્ટરના જણાવ્યા મુજબ, મહિલા કલાકો સુધી એક જ સ્થિતિમાં બેઠી હતી. તેનું માથું પણ જમણી તરફ ઝુકેલું હતું. આ કારણે તેની નસો પર દબાવ વધી ગયો હતો અને તેની સ્થિતિ આવી બની ગઈ. ડોક્ટરોની ટીમે જલ્દીમાં મહિલાની સર્જરી કરી અને ત્રણ કલાકની સર્જરી બાદ તેના મગજમાં જામેલા લોહીના ગઠ્ઠાઓને દૂર કરી શકયા. કેટલાક ગઠ્ઠા તો બે સેન્ટિમીટરથી પણ મોટા હતા. જેને જોઈને ડોક્ટર પણ હેરાન થઇ ગયા હતા.

     

  • Woman in China develops blood clots after staring at phone for 20 hours straight

    એક જ સ્થિતિમાં કલાકો સુધી મોબાઈલ પર વાતો ન કરો 


    ડોક્ટર્સ કેટલીયે વખત લોકોને ચેતવણી આપી ચુક્યા છે કે તેઓ એક સ્થિતિમાં વધુ વખત સુધી ન બેસે. ખાસ કરીને જયારે તેઓ મોબાઈલ પર વાત કરી રહ્યા હોય છે. જો કે આ પછી પણ લોકો પોતાની આદત બદલતા નથી અને મોબાઈલ પર કલાકો સુધી વાતો કરે છે. આ જ કારણે પક્ષાઘાતના કિસ્સાઓ વારંવાર સામે આવ્યા કરે છે. સર્જરી પછી હાલ તો આ મહિલા હોસ્પિટલમાં આરામ કરી રહી છે.

More From International News

Trending