Forbes આ રીતે પસંદ કરે છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિને, આ છે 5 માપદંડ

એમેઝોનના સંસ્થાપક-સીઈઓ જેફ બેજોસ નંબર વન બની ગયા છે. ત્યાં જ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ બીજા નંબર પર પહોંચી ગયા

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:41 PM
Using This method Forbes decides who is worlds richest man

ઇન્ટરનેશનલ ડેસ્ક: બિઝનેસ મેગેઝીન ફોર્બ્સએ દુનિયાના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડી છે. તેમાં એમેઝોનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસ નંબર વન બની ગયા છે. ત્યાં જ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ બીજા નંબર પર પહોંચી ગયા છે. જો કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ટોપ-10માંથી બહાર છે.

ફોર્બ્સ દર વર્ષે દુનિયાના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડે છે. કોણ સૌથી અમીર વ્યક્તિ છે અને કોણ નંબર 2 પર છે, તે જાણવા માટે ફોર્બ્સ એક મેથડ અપનાવે છે. જેના આધાર પર તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની રેન્કિંગ આપે છે.

ફોર્બ્સે 2018ની જે રિચ લિસ્ટ તૈયાર કરી છે. તેના માટે પણ આ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો કેવી રીતે ફોર્બ્સ નક્કી કરે છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિને....

Using This method Forbes decides who is worlds richest man

ફોર્બ્સના જણાવ્યા મુજબ રેન્કિંગ માટે તે દુનિયાના અમીર લોકોના શેરની કિંમતો આંકે છે, આ સાથે જ સ્ટોક પ્રાઈઝના એક્સચેન્જ પર પણ નજર રાખવામાં આવે છે.

 

Using This method Forbes decides who is worlds richest man

સ્ટોક પ્રાઈઝ: વર્ષ 2018ના લિસ્ટ માટે મેગેઝિને 9 ફેબ્રુઆરી, 2018 સુધીના દુનિયાના અમીરોના શેર પ્રાઈઝને એક માપદંડ બતાવ્યું છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં સ્ટોક પ્રાઈઝમાં પડતી અને ચડતીના કારણે આ અમીરોની સંપત્તિ વધ-ઘટ થઇ શકે છે.

 

Using This method Forbes decides who is worlds richest man

એક માપદંડ આ પણ: ફોર્બ્સના જણાવ્યા અનુસાર તેઓ બિઝનેસ ફેમિલીની સંપત્તિના આધારે આ લિસ્ટ તૈયાર નથી કરતા. પણ જો આ લિસ્ટમાં સામેલ વ્યક્તિ તે પરિવારમાં કારોબાર સંભાળનાર છે અથવા તો કારોબારનો પ્રમુખ છે, તો તેના જીવનસાથી અને છોકરાઓની સંપત્તિની પણ ગણતરી કરવામાં આવે છે, આ ત્યારે જ થાય છે જયારે તે કારોબાર સાથે સંકળાયેલા હોય.

કારોબારમાં હિસ્સેદારી: ફોર્બ્સના જણાવ્યા અનુસાર કેટલાક કિસ્સાઓમાં કોની કેટલી ભાગીદારી છે, તેને લઈને ચિત્ર સ્પષ્ટ થતું નથી તો તેઓ પરિવારના આ સભ્યોની સંપત્તિ અલગ-અલગ આંકે છે. જો કે તેમનો કારોબારીમાં હિસ્સો હોવો જરૂરી છે.

Using This method Forbes decides who is worlds richest man

આ બાબતો પર પણ હોય છે નજર: સ્ટોક પ્રાઈઝ સિવાય લિસ્ટમાં સામેલ થનારા વ્યક્તિની પોતાની સંપત્તિ, જેમાં પોતાની કંપનીઓ, રિઅલ એસ્ટેટ, આર્ટ, યાટ અને અન્ય બાબતો પણ સામેલ હોય છે.

બેલેન્સ શીટ: ફોર્બ્સ કહે છે કે તેઓ સૌથી વધુ વાર લિસ્ટમાં સામેલ લોકોની બેલેન્સ શીટ પર પણ નજર કરે છે. જો કે દરેક વ્યક્તિ પોતાની બેલેન્સ શીટ જોવા આપતા નથી. 

X
Using This method Forbes decides who is worlds richest man
Using This method Forbes decides who is worlds richest man
Using This method Forbes decides who is worlds richest man
Using This method Forbes decides who is worlds richest man
Using This method Forbes decides who is worlds richest man
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App