હવાને પાણીમાં બદલે છે આ ટાવર, જોનારા લોકો માટે ચમત્કારથી ઓછું નથી

'આકાશ અમૃત' નામની આ મશીન પીવાના પાણીની સમસ્યાથી લડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે

divyabhaskar.com | Updated - Mar 19, 2018, 02:04 PM
This tower makes water from air like miracle

ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાભરમાં પીવાના પાણીની સમસ્યા વધી રહી છે. આવામાં ઇટલીના એક આર્કિટેક્ચરે હવાથી પાણી બનાવવાની ટેક્નિક શોધી કાઢી છે. 'આકાશ અમૃત' નામની આ મશીન પીવાના પાણીની સમસ્યાથી લડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આગળ વાંચો કેવી રીતે હવા પાણી બની જાય છે તેની આખી પ્રોસેસ અંગે...

This tower makes water from air like miracle

આફ્રિકાના ઇથિયોપિયા ગામમાં ભારે તંગી રહેતી હતી. લોકોને પીવાના પાણી માટે દૂર જવું પડતું હતું, પણ હવે 'આર્કિટેક્ચર અને વિઝન'ની ટીમ તેમની આસપાસની હવાને પાણીમાં બદલીને તેમની તરસ છીપાવી રહી છે. તમે હેરાન થઈને રહી જશો, પણ આ વાત એકદમ સાચી છે. આફ્રિકામાં દુકાળથી પ્રભાવિત જગ્યાઓ પર રહેતા લોકો માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

This tower makes water from air like miracle

ઇટલીના આર્કિટેક્ચર આર્ટુરો વિટોરીએ આ 'આકાશ અમૃત (વાંસનું ટાવર)' બનાવ્યું છે. 30 ફૂટના આ ટાવરોને એવા ગામડાઓમાં લાવવામાં આવ્યા છે, જ્યાં પાણીની તંગી હતી. આ ટાવરમાં ખાસ પ્રકારના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રોજ હવામાંથી ભેજ શોષીને લગભગ 100 લીટર પાણી ભેગું કરે છે.

This tower makes water from air like miracle

એટલું જ નહીં સ્થાનિક લોકોને આ ટાવર બનાવવા માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ ટાવરનો શેપ ઇથિયોપિયામાં ઉગતા વૃક્ષ 'વોકા' થી મળતો આવે છે. તમને જણાવી દઈએ કે, 'વોકા' વૃક્ષ સંસ્કૃતિ ને વિજ્ઞાનનું પ્રતિક છે. 'આકાશ અમૃત' મશીનને વાંસ અને બાયોડીગ્રેડીબલ પ્લાસ્ટિકની મદદથી તૈયાર કરાયું છે, તેને વોકા ટાવર પણ કહેવામાં આવે છે.

X
This tower makes water from air like miracle
This tower makes water from air like miracle
This tower makes water from air like miracle
This tower makes water from air like miracle
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App