65 રૂપિયા છે સોનાનું પળ ચઢાવેલી ઓસ્કાર ટ્રોફીની કિંમત, આ છે ખરું કારણ

તલવાર લઈને ઉભેલા ઓસ્કારના સ્ટેચ્યુની ડિઝાઈન આર્ટ ડાયરેક્ટર કેડ્રીક ગિબન્સે બનાવી હતી

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 08:08 PM
this is the real price of Oscar trophy

લોસ એન્જલસ: ઓસ્કાર એવોર્ડનું નામ સાંભળીએ એટલે રંગારંગ કાર્યક્રમાં રેડ કાર્પેટ ચાલતી સેલેબ્સ અને હાથમાં ચમકતી ટ્રોફી નજરે પડે છે. આગામી 4 માર્ચના રોજ ઓસ્કાર એવોર્ડનો ભવ્ય સમારોહ યોજાશે.

ઓસ્કારની ચમકતી ગોલ્ડન ટ્રોફી જોઈને પહેલા તો એવું લાગે કે તે ખૂબ કિંમતી હશે. પણ તમને નવાઈ લાગશે કે એની કિંમત છે માત્ર 1 ડૉલર એટલે કે 65 રૂપિયા.

વાત જાણે એમ છે કે 1950ના નિયમ મુજબ જોઈ કોઈને મળેલી ટ્રોફી વેચવી કે હરાજી કરવી હોય તો તેણે એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સને 1 ડૉલરમાં (પહેલા આ રકમ 10 ડૉલર હતી, પણ એક્સચેન્જ રેટ ઘટતા હવે 1 ડૉલર) ટ્રોફી ઓફર કરવાની હોય છે. એટલા માટે ટ્રોફીની મૂળ કિંમત 1 ડોલર એટલે કે 65 રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે.

this is the real price of Oscar trophy

ખરેખર તો આ ટ્રોફી બનાવવા માટે રૂપિયા 400 ડૉલર એટલે 26 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. પહેલા તાંબા પર ગોલ્ડનું કવર ચઢાવીને ટ્રોફી તૈયાર કરવામાં આવતી હતી. બાદમાં તાંબાની જગ્યાએ બ્રિટનિયમ ધાતુની બનાવવામાં છે. જેના પર પહેલા કોપર, સિલ્વર અને પછી 24 કેરેટ ગોલ્ડનું કવર ચઢાવવામાં આવે છે. 

 

this is the real price of Oscar trophy

ઓસ્કાર ટ્રોફીની લંબાઈ 13.5 ઈંચ અને તેનું વજન 3.8 કિલોગ્રામ  હોય છે. તલવાર લઈને ઉભેલા ઓસ્કારના સ્ટેચ્યુની ડિઝાઈન આર્ટ ડાયરેક્ટર કેડ્રીક ગિબન્સે બનાવી હતી.

 

this is the real price of Oscar trophy

સ્ટીવન સ્પીલબર્ગે ખરીદી હતી બે ટ્રોફી


લેજન્ડરી ડાયરેક્ટર અને ઓસ્કાર વીનર સ્ટીવન સ્પીલબર્ગે 1.36 મિલિયન ડોલર (અંદાજે 8.8 કરોડ) રૂપિયા ખર્ચીને હરાજીમાં બેટ ડેવીસ અને ક્લાર્ક ગેબલની ટ્રોફી ખરીદી હતી. સ્પીલબર્ગે આ ટ્રોફી ખરીદીને તે બંને ને જ પરત કરી હતી.

 

X
this is the real price of Oscar trophy
this is the real price of Oscar trophy
this is the real price of Oscar trophy
this is the real price of Oscar trophy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App