માણસ જીવી જ ન શકે એવી 5 સૌથી ગરમ જગ્યા, એશિયાની આ જગ્યાનો પણ સમાવેશ

2003 થી 2009ની વચ્ચે કરાયેલા સેટેલાઇટ માપદંડ પરથી અહીં સૌથી વધુ તાપમાન 70.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 01:04 PM
These are the five hottest places on the earth

ઇન્ટરનેશનલ ડેસ્ક: ગરમીની શરૂઆત થઇ ચુકી છે અને ધીમે-ધીમે તે આગળ જ વધતી જાય છે. અહીં તો હાલત સ્થિર છે પણ દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે જે ભયંકર ગરમી માટે પ્રખ્યાત છે. આમાંથી કેટલીક જગ્યાઓએ તો પારો 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જેમાં માણસ તો શું જાનવરનું પણ જીવતા રહેવું મુશ્કેલ છે. અહીં આપણે દુનિયાની એવી જ પાંચ જગ્યાઓ વિશે બતાવી રહ્યા છીએ.

દસ્ત એ લૂટ, ઈરાન
આ રણ વિસ્તારને ધરતીની સૌથી ગરમ જગ્યામાંથી એક માનવામાં આવે છે. 2003 થી 2009ની વચ્ચે કરાયેલા સેટેલાઇટ માપદંડ પરથી અહીં સૌથી વધુ તાપમાન 70.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ચિલીના અટાકામા ડેઝર્ટ સાથે દસ્ત એ લૂટને દુનિયાની સૌથી સૂકી જગ્યાનું ટાઇટલ મળી ચૂક્યું છે. તેના સેન્ટ્રલ એરિયા સમેત એક મોટા ભાગમાં એક નાનું જીવ પણ જીવતું ના રહી શકે. અહીં સુધી કે બેક્ટેરિયા પણ નથી બચી શકતા.

આગળની સ્લાઇડમાં જાણો આવી જ બાકીની 4 જગ્યાઓ વિશે...

These are the five hottest places on the earth

ડેથ વેલી, કેલિફોર્નિયા, અમેરિકા


અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત ડેથ વેલીના નામે અત્યારે સૌથી ગરમ હવાનું તાપમાનનો રેકોર્ડ છે. 1913ની ગરમીઓમાં આ પારો 56.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હજુ પણ અહીં ગરમી દરમિયાન સરેરાશ પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ સ્ટેટની સૌથી સૂકી જગ્યા છે.

 

These are the five hottest places on the earth

અજીજિયાહ, લીબિયા

 
લીબિયાની રાજધાની ટ્રિપલીથી 25 માઈલ દૂર અજીજિયાહ ક્યારેક દુનિયાની સૌથી ગરમ જગ્યા હોવાનો દાવો હતો. 1922માં અહીંનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરાયું હતું. જો કે, 2012માં મેટ્રોલોજીસ્ટસએ સાફ કર્યું કે કેટલાયે ફેક્ટર્સના ચાલતા આ નંબર સાચો નથી. ગરમીઓમાં અહીં એવરેજ 48 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે.

 

These are the five hottest places on the earth

વદી હાલફા, સૂડાન

 

આ શહેર સૂડાનમાં લેક નુબિયાના કિનારે વસેલું છે, જ્યાં પાછલા વર્ષે જરા પણ વરસાદ પડ્યો નહીં. જૂન અહીં માટે સૌથી ગરમ મહિનો છે, જેમાં એવરેજ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અહીં પર 1967માં સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોંધાયો હતો, તે વખતે અહીંનું તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ હતું.

 

These are the five hottest places on the earth

તિરુત જવી, ઇઝરાયેલ


એશિયામાં તિરુત જવીના નામે સૌથી ગરમ જગ્યાનો રેકોર્ડ છે. અહીં જૂન 1942માં 54 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરાયું હતું. જો કે, આ રેકોર્ડને લઈને તપાસ કરનાર ક્રિસ્ટોફર સતત સવાલ ઉભા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમાં થર્મોગ્રાફ ખોટી રીતે વંચાયો હતો.

 

X
These are the five hottest places on the earth
These are the five hottest places on the earth
These are the five hottest places on the earth
These are the five hottest places on the earth
These are the five hottest places on the earth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App