ભગતસિંહ પોતાના દરેક પત્રમાં લખતા હતા આ ખાસ વાત, 87 વર્ષ બાદ થયો ખુલાસો

પાકિસ્તાનની પંજાબ સરકારે ભગત સિંહના કેટલાક રેકોર્ડ જાહેર કર્યા છે

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 08:35 PM
Pakistan Revealed documents related to death of Bhagat Singh

ઇન્ટરનેશનલ ડેસ્ક: ભગત સિંહની શહાદતના 87 વર્ષ બાદ પાકિસ્તાને તેમના પર ચાલેલા કેસ અને ફાંસી સાથે જોડાયેલી કેટલીક ફાઈલો સાર્વજનિક કરી છે. લાહોરમાં બતાવાઈ રહેલા દસ્તાવેજોમાં ભગત સિંહના કેસ સાથે જોડાયેલી ખબરોની કેટલીક ક્લિપિંગ, સાંડર્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુખદેવ રાજગુરુની ફાંસી દેવાયાનું વોરંટ પણ સામેલ છે.

તેમાં ભગતસિંહના કેટલાક પત્રો પણ મળ્યા જેમાં એક ખાસ વાત જોવા મળી હતી, તેઓ કોઈપણ પત્રના અંતમાં તમારો આભારી કે આજ્ઞાકારીની જગ્યાએ આપકા આદિ, આદિ લખતા હતા. જણાવી દઈએ કે 23 માર્ચ 1931 એ ભગત સિંહને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

Pakistan Revealed documents related to death of Bhagat Singh

પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે 50 દસ્તાવેજ

પ્રદર્શનમાં જે દસ્તાવેજો રાખવામાં આવ્યા છે જેમાં ભગતસિંહના કેસ સાથે જોડાયેલા સમાચારોના કટિંગ્સ, સુખદેવ અને રાજગુરુને ફાંસી દેવાયાનું વોરંટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બ્રિટિશ પોલીસ દ્વારા ભગતસિંહના અડ્ડાઓ પર મારવામાં આવેલા છાપા મારવા દરમિયાન મળેલી પિસ્તોલ અને બુલેટ્સની તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ દસ્તાવેજોને જોવા માટે લોકોએ ઘણી ઊંડી દિલચસ્પી રાખી છે, એમ ત્યાંના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું.

Pakistan Revealed documents related to death of Bhagat Singh

ભગતસિંહનું ડેથ સર્ટિફિકેટ
 
પ્રદર્શનમાં ભગતસિંહનું ડેથ સર્ટિફિકેટ પણ રાખવામાં આવ્યું છે જેને 23 માર્ચ 1931એ જેલ નિરીક્ષકે બનાવ્યું હતું

ભગતસિંહના પત્રોની ખાસિયત

પ્રદર્શનમાં ભગતસિંહના કેટલાક પત્રો પણ મળ્યા જેમાં એક ખાસ વાત જોવા મળી હતી, તેઓ કોઈપણ પત્રના અંતમાં તમારો આભારી કે આજ્ઞાકારીની જગ્યાએ આપકા આદિ, આદિ લખતા હતા

X
Pakistan Revealed documents related to death of Bhagat Singh
Pakistan Revealed documents related to death of Bhagat Singh
Pakistan Revealed documents related to death of Bhagat Singh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App