અહીં પહેલીવાર સેનામાં મહિલાને મળી આ જવાબદારી, ભારતમાં પણ નથી થયું આવું

44 વર્ષની રિયોકોને સ્ક્વોડન બનાવાયા બાદ કહ્યું, હું એવું નથી માનતી કે મહિલા કે પુરુષ હોવાથી કોઈ ખાસ ફેરફાર પડે છે

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 10:23 AM
japan navy appointed woman for the first time to do this job

ઇન્ટરનેશનલ ડેસ્ક: જાપાને વોરશીપ આઇસુમો પર પહેલીવાર મહિલા ઓફિસરને શિપની કમાન્ડ આપવામાં આવી છે. અહીં જે વોરશીપ પર લેડી ઓફિસર રિયોકોને ડ્યુટી સોંપવામાં આવી છે તે એક હેલીકૉપટર કેરિયર છે. રિયોંકો પાસે ચાર શિપ સાથે 1000 કમ્બાઇન્ડ ક્રૂની કમાન્ડ છે. મહિલાને સ્ક્વોડન લીડર બનાવવા પાછળ જાપાનનો હેતુ વધુમાં વધુ મહિલાઓને સેનામાં સામેલ કરવા અને પ્રોત્સાહન આપવાનો છે.

- રિયોંકો વોરશીપમાં 1000 ક્રૂને કમાન્ડ કરશે, જેમાં માત્ર 30 મહિલાઓ છે. આ ક્રૂ જાપાનની પહેલી એસ્કોર્ટ ડિવિઝન મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનો ભાગ છે
- 44 વર્ષની રિયોકોને સ્ક્વોડન બનાવાયા બાદ કહ્યું, હું એવું નથી માનતી કે મહિલા કે પુરુષ હોવાથી કોઈ ખાસ ફેરફાર પડે છે
- ટોક્યો પાસે યોકોહાલા શિપયાર્ડમાં ઉભેલા વોરશીપ આઇસુમો પર કમાન્ડ સેરેમની યોજાઈ, જેમાં સવારી કરતા 400 સૈલર્સ વચ્ચે રિયોકોએ આ વાત કહી.
- નેવીએ 10 વર્ષ પહેલા વોરશીપમાં મહિલાઓની નિયુક્તિ માટે બનાવેલા અમુક નિયમો ખતમ કરી દીધા છે. જો કે સબમરીનમાં હજુ પણ મહિલાઓની નિયુક્તિ મંજૂર કરવામાં આવી નથી.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને આવી જ કેટલીક મહિલાઓની સફળતા વિશે જાણો...

japan navy appointed woman for the first time to do this job

અવનિ ચતુર્વેદી
ફલાઇંગ ઓફિસર, ઇન્ડિયન એરફોર્સ

ફલાઇંગ ઓફિસર અવનિ ચતુર્વેદી એકલા ફાઈટર જેટ ઉડાવનારી ઇન્ડિયન એરફોર્સની પહેલી મહિલા ફાઈટર બની ચુકી છે. પાછળના જ મહિને તેણે એકલા મિગ 21 ફાઈટર જેટ ઉડાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો.

japan navy appointed woman for the first time to do this job

રફિયા કાસિમ બેગ
બૉમ્બ ડિસ્પોઝલ યૂનિટ, પાકિસ્તાન

એક વર્ષ પહેલા પાકિસ્તાનની રફિયા પાકિસ્તાનની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડમાં સામેલ થનાર પહેલી મહિલા બની ગઈ હતી. આકરી ટ્રેનિંગ પછી તેમને આ યુનિટમાં જગ્યા મળી હતી. તેણીએ આઠ વર્ષ પહેલા કોન્સ્ટેબલ તરીકે પોલીસ ફોર્સ જોઈન કરી હતી.

japan navy appointed woman for the first time to do this job

તમાદાર બિંત યૂસુફ અલ રામાહ
ડેપ્યુટી મિનિસ્ટર, સાઉદી આરબ

સાઉદી અરબમાં પહેલીવાર એક મહિલાને મિનિસ્ટર બનાવવામાં આવી છે. કિંગ સલમાને તમાદાર બીંત યૂસુફ અલ રામાહને લેબર એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટર બનાવવામાં આવ્યા. ઓક્ટોબર 2017માં તમાદારને આ જ ડિપાર્ટમેન્ટમાં પહેલા અંડર સેક્રેટરી પદ આપવામાં આવું હતું.

X
japan navy appointed woman for the first time to do this job
japan navy appointed woman for the first time to do this job
japan navy appointed woman for the first time to do this job
japan navy appointed woman for the first time to do this job
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App