1

Divya Bhaskar

Home » International News » Bhaskar Gyan » How these changes came into kim jong un of north korea

ઉ. કોરિયાના 'તાનાશાહ'માં આટલો ધરખમ બદલાવ કેમ? આ કારણે ચર્ચા માટે થયા તૈયાર

Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 02:26 PM IST

બંને પક્ષના મહત્વના લોકો પાસેથી એ જાણ્યું કે આખરે આ શક્ય કેવી રીતે બન્યું?

 • How these changes came into kim jong un of north korea
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉ. કોરિયાના 'તાનાશાહ'માં આટલો ધરખમ બદલાવ કેમ? આ કારણે ચર્ચા માટે થયા તૈયાર

  ઇન્ટરનેશનલ ડેસ્ક: એવું તો શું થયું કે દુનિયાભરમાં દુશ્મન મનાતા ગરમ મિજાજના બે નેતા એકબીજા સાથે મંત્રણા કરવા જઇ રહ્યા છે? ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એવું શું થયું કે બધો આક્રોશ પીગળી ગયો?

  'ટાઇમ' મેગેઝિને એ લોકો સાથે વાત કરી છે, જે ક્યારેક ઉત્તર કોરિયા સાથે હતા, જે મંત્રણાકાર છે અને બંને પક્ષના મહત્વના લોકો પાસેથી એ જાણ્યું કે આખરે આ શક્ય કેવી રીતે બન્યું? કિમની સૌથી મોટી જરૂરિયાત પૈસા અને સુરક્ષા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા વિરુદ્ધ ત્રણ તબક્કે પ્રતિબંધ લગાવ્યા છે. તેનાથી ઉત્તર કોરિયાની રેવન્યુ ખરાબ રીતે પ્રભાવિત થઇ ગઇ. તેના કોલસા, શ્રમિક અને કાપડ ઉદ્યોગની એક્સપોર્ટ ખતમ થઇ ગઇ. અર્થવ્યવસ્થાની હાલત નબળી થઇ ગઇ. કિમ એ પણ જાણે છે કે જો યુદ્ધ થાય તો તેમનો દેશ ટકી નહીં શકે. નિષ્ણાતોના મતે આ બધા કારણોથી કિમે પરમાણુ શસ્ત્રો ખતમ કરવા અંગે સહમતિ વ્યક્ત કરવા સાથે હથિયારોનું પરીક્ષણ સ્થગિત કરવા પણ તૈયારી બતાવી.

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • How these changes came into kim jong un of north korea
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉ. કોરિયાના 'તાનાશાહ'માં આટલો ધરખમ બદલાવ કેમ? આ કારણે ચર્ચા માટે થયા તૈયાર

  ક્યારેક ઉત્તર કોરિયાના સમર્થક રહેલા ક્લાઇવે પોતાના બચાવ માટે છદ્મ નામથી વાત કરતા કહ્યું કે ઉત્તર કોરિયા એટલા માટે પણ અમેરિકા સાથે સંબંધો સુધારવા માગે છે કે 2 કરોડ લોકોની આજીવિકાનો સવાલ છે. બની શકે કે કિમ પરમાણુ શસ્ત્રો ખતમ કરવા અંગે દક્ષિણ કોરિયાએ રશિયા, ચીન અને જાપાન સાથે કરી રાખેલી સંધિ પર પણ સહમત થઇ જાય. સંયુક્ત રાષ્ટ્રએ તેની પુષ્ટિ કરી છે. તેનું કહેવું છે કે આ પ્રકારની સંધિ થાય તો પછી કિમને અમેરિકા દક્ષિણ કોરિયામાં પોતાના 28,500 સૈનિકો રાખે તેની સામે પણ વાંધો નહીં હોય. 

   

 • How these changes came into kim jong un of north korea
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉ. કોરિયાના 'તાનાશાહ'માં આટલો ધરખમ બદલાવ કેમ? આ કારણે ચર્ચા માટે થયા તૈયાર

  તાજેતરમાં કિમે ચીનની મુલાકાત લઇ સૌને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં કિમને ચીનની મદદ ત્યારે જોઇશે કે જ્યારે તેઓ ટ્રમ્પ સાથે ચર્ચા કરવાના હશે. જો કંઇક થાય તો ચીન તેને વ્યાપારમાં રાહતો આપવાનું જારી રાખે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સુધારેલી વ્યાપાર સંધિ થઇ છે, જેનાથી અમેરિકી વાહન કંપનીઓને દક્ષિણ કોરિયામાં પોતાનું બજાર વિસ્તારવામાં મદદ મળશે જ્યારે દક્ષિણ કોરિયાની સ્ટીલની નિકાસ અમેરિકી નિર્ણયોને કારણે ઘટી ગઇ છે. 

   

 • How these changes came into kim jong un of north korea
  ઉ. કોરિયાના 'તાનાશાહ'માં આટલો ધરખમ બદલાવ કેમ? આ કારણે ચર્ચા માટે થયા તૈયાર

  મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં સિક્યુરિટી વિશેષજ્ઞ જિમ સ્મિથ અમેરિકી મંત્રણાકારો વતી ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે પરમાણુ મુદ્દાઓ અંગે ચર્ચા કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે પરેશાની ત્યારે થશે કે જ્યારે ઉત્તર કોરિયા એમ કહે કે તે પરમાણુ શસ્ત્રો નષ્ટ કરવા સહમત નથી. તે સંજોગોમાં પૂરી ભાષા જ બદલવી પડશે. ત્યારે પરમાણુ સુરક્ષા અને પરમાણુ ઊર્જા અંગે વાત કરવી પડશે, જે દુનિયાના હિતમાં હશે. 

   

More From International News

Trending