હવે મજાકમાં નહીં સાચે જ શીખી શકશો 'હિંગ્લિશ', લંડનમાં આ કારણે શરુ થયો કોર્સ

લંડનની કૉલેજમાં 2017થી આ 'હિંગ્લિશ' કોર્સનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે

divyabhaskar.com | Updated - Mar 11, 2018, 05:49 PM
A college in UK to expand Hinglish course offering

લંડન: લંડનની પોર્ટ્સમાઉથ કૉલેજમાં 2017થી 'હિંગ્લિશ' ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. બે ભાષાઓને જોડીને નવી ભાષા શીખવાના આ કોર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ લઇ રહ્યા છે. કોલેજના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ કોર્સ હિન્દી ભાષાના પ્રભુત્વવાળી ભારતીય કંપનીઓમાં જોબ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સરળ માર્ગ બની રહેશે.

'હિંગ્લિશ' કોર્સની એક બેચ ગયા અઠવાડિયે પૂરી થઇ છે અને બીજી બેચ માટે ઘણી બધી ઈન્ક્વાયરીઝ આવી રહી છે. માત્ર નાની ઉંમરના જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ આ કોર્સ શીખવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે, તેમ આ પ્રોગ્રામના હેડ જેમ્સ વોટરે જણાવ્યું હતું. શરૂઆતમાં આ કોર્સમાં 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 2018-19માં આ કોર્સને મોડર્ન બિઝનેસ લેંગ્વેજ એન્ડ કલ્ચર પ્રોગામ તરીકે હેમ્સફીયરની પોર્ટ્સમાઉથ કોલેજમાં શૈક્ષણિક કોર્સના ભાગરૂપે દાખલ કરવામાં આવશે.

આગળ વાંચો શા માટે શરૂ કરવામાં આવ્યો 'હિંગ્લિશ' કોર્સ..

A college in UK to expand Hinglish course offering

આ કોર્સ શા માટે શરૂ કરવામાં આવ્યો? 
હિંગ્લિશના પ્રોફેસર વિરાજ શાહે કહ્યું કે ભારતીયો દ્વારા જોવાતી ફિલ્મોમાં ટાઇટલ, ડાયલોગ, ગીતો બધું જ મોટા ભાગે હિન્દીમાં નહીં પરંતુ 'હિંગ્લિશ'માં હોય છે. વિદ્યાર્થીઓમાં ભાષાકીય જાગૃતિ ફેલાવવા નવેમ્બર, 2017માં આ યુનિક કોર્સ દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો હેતુ યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાષાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજાવીને ખાસ કરીને ભારતની ફિલ્મો, જાહેરખબરો અને હેડલાઈન્સનો સંદર્ભ લઈને વિદ્યાર્થીઓને ભારતીય ટ્રેન્ડની ઝાંખી મળે અને ભારતીય બિઝનેસ માઈન્ડ સમજાય તે છે. 

 

આ ભાષા શીખવામાં સહેલી છે 
એનાલિસિસ મુજબ હિન્દી કરતા હિંગ્લિશ શીખવી સહેલી છે, કેમ કે વિદ્યાર્થીઓને હિંગ્લિશ ભાષા પરંપરાગત દેવનાગરી નહીં પરંતુ રોમન લેટર્સનો ઉપયોગ કરીને શીખવાડી શકાય છે અને 'પ્રિપોન', 'ટાઈમપાસ' જેવા ઘણા બધા શબ્દો હિન્દી ભાષામાં વણાઈ ગયા છે, જેના કારણે આ ભાષા શીખવી વિદ્યાર્થીઓ માટે સરળ છે. 

X
A college in UK to expand Hinglish course offering
A college in UK to expand Hinglish course offering
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App