દુબઇમાં દોડશે વિશ્વની પ્રથમ ડ્રાઇવર વગરની કાર, જુઓ વીડિયો

10 મુસાફર આ કારમાં બેસી શકશે, ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે

divyabhaskar.com | Updated - Feb 12, 2018, 06:57 PM
દુબઇના રસ્તા પર હવે ડ્રાઇવર લેસ કાર દોડશે
દુબઇના રસ્તા પર હવે ડ્રાઇવર લેસ કાર દોડશે

દુબઇ: ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટમાં બદલાવ જોવા મળી શકે છે જેની ઝલક દુબઇમાં જોવા મળી શકે છે. રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફ દુબઇ (RTA)એ વિશ્વના પ્રથમ ઓટોનોમસ પોડ્સની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. દુબઇમાં પુરી રીતે તૈયાર બે પ્રોટોટાઇપ પોડ્સને ડિસપ્લે કરવામાં આવી છે.

આ કારમાં આવી છે સુવિધા

આ પોડ્સને નેકસ્ટ ફ્યૂચર ટ્રાન્સપોર્ટેશન ઇન્કે તૈયાર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી જારી કરવામાં આવેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યુ છે કે આ પોડ્સને નાના અને મધ્યમ લેવલે ટ્રાવેલ કરવા માટે બનાવવામાં આવી છે. આ અલગ અલગ પોડ્સ 15થી 20 સેકન્ડની અંદર જોડાઇ શકે છે અને એક બસનું રૂપ લઇ શકે છે. જ્યારે તેમને અલગ થવામાં 5 સેકન્ડનો સમય લાગે છે. જોડાવા અને અલગ થવાની પ્રક્રિયા માટે આ પોડ્સમાં કેમેરા અને ઇલેકટ્રોમેકેનિકલ ટેકનોલોજી આપવામાં આવી છે. દરેક પોડની લંબાઇ 2.87m, પહોળાઇ 2.24m, અને ઉંચાઇ 2.82m છે. જેનું વજન આશરે 1500 કિલોગ્રામ છે અને આ 10 મુસાફર (6 બેઠેલા, ચાર ઉભેલા)ને લઇ સફર કરી શકે છે.આ પોડ્સમાં બેટરી લગાવવામાં આવી છે જે 3 કલાકનું ઓપરેશન કરી શકે છે. તેને ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. આ પોડ્સની એવરેજ સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાકની છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમાં ત્રણ પ્રોટેક્શન સિસ્ટમ પણ આપવામાં આવી છે. મેન સિસ્ટમમાં 3D કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે બીજી સિસ્ટમ ઓર્ડિનરી કેમેરા પર બેસ્ડ છે અને ત્રીજી સિસ્ટમ ઓપરેટર દ્વારા મેન્યુઅલ રીતે ઓપરેટ કરવામાં આવશે. આ પોડ્સ રેગ્યુલર રસ્તા પર અન્ય કાર સાથે ફંક્શન કરી શકે છે. તેની માટે કોઇ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી.


આગળની સ્લાઇડમાં જુઓ, ડ્રાઇવર વગરની કારની વધુ તસવીરો...

10 મુસાફર આ કારમાં બેસી શકશે, ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે
10 મુસાફર આ કારમાં બેસી શકશે, ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે
કારની અંદર અવનવી સિસ્ટમ પણ છે
કારની અંદર અવનવી સિસ્ટમ પણ છે
બેટરીથી ચાર્જ થાય છે આ કાર
બેટરીથી ચાર્જ થાય છે આ કાર
X
દુબઇના રસ્તા પર હવે ડ્રાઇવર લેસ કાર દોડશેદુબઇના રસ્તા પર હવે ડ્રાઇવર લેસ કાર દોડશે
10 મુસાફર આ કારમાં બેસી શકશે, ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે10 મુસાફર આ કારમાં બેસી શકશે, ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે
કારની અંદર અવનવી સિસ્ટમ પણ છેકારની અંદર અવનવી સિસ્ટમ પણ છે
બેટરીથી ચાર્જ થાય છે આ કારબેટરીથી ચાર્જ થાય છે આ કાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App