તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ ડિબેટમાં હિલેરીનું પ્રભુત્વ?, ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમકતા કામ ન આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પ્રમુખ પદના કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે પ્રથમ વખત ડિબેટ યોજાઈ, ન્યૂયોર્કની હોફ્સ્ટ્રા યુનિવર્સિટી ખાતે યોજાયેલી ડિબેટમાં બંને વચ્ચે પર્સનલ આરોપોથી લઈને આર્થિક મુદ્દે અને વિદેશ નીતિઓ પર ઉગ્ર ચર્ચાઓ થઈ, એક રિપોર્ટ પ્રમાણે પ્રથમ ડિબેટને અંદાજે દસ કરોડ લોકોએ નિહાળી હતી. ડિબેટ બાદ સીએનએન અને ORC દ્વારા જાહેર કરવામાં આવેલા એક પોલમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ડિબેટમાં હિલેરી ક્લિન્ટન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પર ભારે પડી હતી.
કોણ જીત્યું ડિબેટ?
- એક સર્વે પ્રમાણે હિલેરી અને ટ્રમ્પ વચ્ચેની ચૂંટણી સ્પર્ધા ખૂબ જ રોમાંચક બની રહેશે.
- ORC દ્વારા કરવામાં આવેલા એક સર્વેની રિપોર્ટ પ્રમાણે કોલોરાડો સ્ટેટમાં હિલેરી-ટ્રમ્પની લોકચાહનામાં માત્ર બે ટકાનો જ તફાવત છે.
- CNN/ORCના પોલમાં જણાવ્યા પ્રમાણે 62 ટકા લોકોનું માનવું છે કે પ્રથમ ડિબેટમાં હિેલેરીની જીત થઈ છે. જ્યારે માત્ર 27 લોકોએ ટ્રમ્પની ફેવરમાં વોટિંગ કર્યું હતું.
- તો બીજી બાજુ અન્ય કેટલીક ઈંગ્લિશ ચેનલ અને વેબસાઈટે કરેલા ઓનલાઈન સર્વેમાં ટ્રમ્પ આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર છવાઈ ડિબેટ
પ્રથમ વખત યોજાયેલી ડિબેટ અમેરિકનોએ તો જોય સાથે સાથ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડિંગ થઈ હતી. ટ્વીટરના પ્રવક્તા નિક પોસિલીઓના જણાવ્યા પ્રમાણે આ વખતેની ડિબેટ પર સૌથી વધુ ટ્વીટ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં યોજાયેલી ડિબેટમાં અંદાજે 10 મિલિયલ લોકોએ ટ્વીટ કર્યું હતું પરંતુ આ વખતે આ આંક તેનાથી ડબલ હોવાનું અનુમાન છે.
પ્રથમ ડિબેટમાં હિલેરીએ લગાવ્યા આ આરોપ
હિલેરી ક્લિન્ટને ડોનાલ્ડ ટ્રમ્પને કાળા લોકો અને સ્ત્રીઓ સાથે અણછાજતું વર્તન દાખવનારા ગણાવ્યા. તે સિવાય ઓબામાના જન્મના મૂળ અંગે કાવતરું રચવાનો આરોપ પણ હિલેરીએ ડોનાલ્ડ પર લગાવ્યો. તે સિવાય હિલેરીએ ટ્રમ્પ પર ટેક્સ રિટર્ન મુદ્દે આરોપ લગાવી ડોનાલ્ડ ટ્રમ્પની બોલતી બંધ કરી દીધી હતી.
ટ્રમ્પે કહ્યું હિલેરી પાસે ખરાબ અનુભવ
તો ટેક્સ રિટર્નની વાત નીકળતાં જ ટ્રમ્પે હિલેરી દ્વારા ડિલીટ કરવામાં આવેલા 33000 ઇમેલ્સ અંગે ફોડ પાડવાનું કહ્યું હતું. ટ્રમ્પે પોતાના આક્રમક સ્વભાવમાં કહ્યું કે 'મે નહીં હિલેરી ક્લિન્ટનના 2008ના ઇલેક્શન કેમ્પેઇનની મેનેજરનો દાવો છે કે, ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા'
અન્ય સમાચારો પણ છે...