તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પની ફરી દાનત બગડી, ફ્રેન્ચ પ્રેસિડન્ટની પત્નીને કહ્યું- 'તમે ખુબ જ સુંદર છો'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ હાલ ફ્રાંસના પ્રવાસે ગયેલા અમેરિકન પ્રેસિડન્ટ પોતાના સ્વભાવને કારણે ફરી ચર્ચામાં છે. પેરિસમાં પ્રેસિડન્ટ મેક્રોન સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે તેમની પત્નીના શરીરના બાંધાને લઈને વખાણ કર્યા એટલું જ નહીં તેને પ્રેસિડન્ટ મેક્રોનની સામે જ અજીબોગરીબ ટિપ્પણી કરી દીધી. ફ્રેન્ચ ગવર્મેન્ટના ફેસબૂક પેજ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રમ્પની હરકતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
 
શું કહ્યું ટ્રમ્પે?
 
- ટ્રમ્પની ઓવકવર્ડ મૂવમેન્ટનો આ વીડિયો ખૂદ ફ્રેંચ ગવર્મેન્ટે પોતાના ફેસબૂક પેજ પર પોસ્ટ કર્યો હતો.
- વીડિયોમાં ટ્રમ્પ ફ્રેન્ચ પ્રેસિડન્ટની પત્ની બ્રિગિટીને કહેતા દેખાય રહ્યાં છે 'યુ આર ઈન સચ ગૂડ શેપ'.
- ત્યારબાદ જ્યારે એમેન્યુઅલ મેક્રોન અને ફ્રેન્ચ ફર્સ્ટ લેડી ટ્રમ્પ અને તેની પત્નીનું સ્વાગત કર્યું ત્યારે પણ ટ્રમ્પે બ્રિટિટી પર કોમેન્ટ કરી હતી.
- બંને વખત જ્યારે ટ્રમ્પે બ્રિગિટી પર કોમેન્ટ કરી ત્યારે તેની સાથે બ્રિગિટીના હસ્બેન્ડ અને ટ્રમ્પની પત્ની મેલેનિયા પર હાજર જ હતા.
- જોકે, ટ્રમ્પની આવી હરકત પહેલીવાર નથી, અગાઉ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે બધાની સામે એક આઈરિસ મહિલા પત્રકારની સુંદરતાના વખાણ કર્યા હતા.
 
ફ્રાંસમાં બાસ્તાઈલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ઉજવણીમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમ વિશ્વ યુદ્ધમાં અમેરિકા જોડાયાને 100 વર્ષ થઈ ગયા જેની યાદમાં એક સમારોહ યોજાયો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે યુએસ પ્રેસિડન્ટ હાજર રહ્યાં હતા.અહીં ટ્રપે ફ્રેન્ચ પ્રેસિડન્ટ એમેન્યૂઅલ મેક્રોન સાથે મુલાકાત કરી એક જોઈન્ટ કોન્ફરન્સ પણ યોજી હતી.
 
આગળની સ્લાઈડ પર જુઓ ટ્રમ્પની હરકતના વધુ ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...