તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયા-ચીન સામે USનું શક્તિ પ્રદર્શનઃ એક સપ્તાહમાં બીજીવાર કર્યો ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેંડેનબર્ગ એરફોર્સ બેઝ (કેલિફોર્નિયા): રશિયા, નોર્થ કોરિયા અને ચીન સાથે વધતા તણાવની વચ્ચે અમેરિકા પોતાનો ન્યૂક્લિયર પાવર દર્શાવવા ઇચ્છે છે. આ જ કારણોસર અમેરિકાએ એક જ સપ્તાહમાં બીજી વાર ઇન્ટરકોન્ટિનેન્ટલ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટ કર્યો. એટલું જ નહીં અમેરિકાના ડેપ્યૂટી ડિફેન્સ મિનિસ્ટર રોબર્ટ વોર્કે ત્યાં સુધી કહી દીધું કે, અમે આ મિસાઇલ ટેસ્ટ એટલે કર્યો કે જેથી ત્રણેય દેશોને અમારી તાકાતનો અંદાજો આવી જાય.
કેટલી પાવરફુલ છે આ મિસાઇલ

- ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, અમેરિકાની મિનિટમેન-3 મિસાઇલનું શુક્રવારે રાત્રે કેલિફોર્નિયામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું. મિસાઇલ 24000 કિમી/કલાકની ઝડપે લોન્ચ કરવામાં આવી હતી.
- મિસાઇલ છોડ્યાના અડધા જ કલાક પછી મિસાઇલે સાઉથ પેસિફિલના માર્શિલ આઇલેન્ડ્સમાં 6500 કિમી દૂર પોતાના ટાર્ગેટને હિટ કર્યો હતો.
- આ મિસાઇલની રેન્જ 10000 કિમી છે. અર્થાત્ રશિયા, ચીન અને નોર્થ કોરિયાને આનાથી સીધો ખતરો છે.
- આ ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટ પછી અમેરિકાના ડેપ્યૂટી ડિફેન્સ મિનિસ્ટર વોર્કે કહ્યું કે, અમેરિકાએ જાન્યુઆરી 2011 પછી આ મિસાઇલનું 15 વખત ટેસ્ટિંગ કરી ચૂક્યું છે. અમે રશિયા, ચીન અને નોર્થ કોરિયાને પોતાની તાકાત દર્શાવવામાં માટે આ ટેસ્ટ કર્યા છે.
- તેમણે કહ્યું કે, આ વાત તેનું સિગ્નલ છે કે, અમારો દેશ જરૂર પડ્યે ન્યૂક્લિયર વેપનના ઉપયોગ માટે તૈયાર છે.
અમેરિકાની મિસાઇલ ટેસ્ટનું કારણ
- નોર્થ કોરિયાએ સાત ફેબ્રુઆરીએ લોન્ગ રેન્જ મિસાઇલ લોન્ચ કરી. તથા અગાઉ જાન્યુઆરીમાં હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટ કરીને દુનિયા ચોંકાવી હતી.
- સાઉથ ચાઇના સીને કારણે ચીન સાથે અમેરિકાનો વિવાદ છે.
- સાઉથ ચાઇના સીમાં 12 માઇલના વિસ્તારમાં નેચરલ ગેસનો ભંડાર હોવાનું કહેવાય છે. અહીં અંદાજે 213 અરબ બેરલ તેલ અને 900 ટ્રિલિયન ક્યૂબિક ફીટ નેચરલ ગેસ છે. તે સિવાય આ સમુદ્રી રસ્તે દર વર્ષે સાત ટ્રિલિયન ડોલરનો બિઝનેસ થાય છે.
- હાલમાં જ ચીને અહીંયા આઠ મિસાઇલો ગોઠવી હતી.
- થોડા સમય પહેલા રશિયાના વડાપ્રધાન ડિમિત્રી મેદવેદેવે સીરિયામાં કોઇ આરબ દેશનો સૈનિક આવશે તો વર્લ્ડ વોર શરૂ થશે તેવી ધમકી આપી હતી.
- વાસ્તવમાં રશિયા સીરિયન પ્રમુખ અસદના સમર્થનમાં છે, જ્યારે અમેરિકા તેની વિરુદ્ધમાં છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ PHOTOS
અન્ય સમાચારો પણ છે...