તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USએ પહેલી વાર જારી કર્યો B-21 બોમ્બરનો ફોટો, દુનિયામાં ક્યાંય પણ વરસાવી શકે છે બોમ્બ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક : યુએસ એરફોર્સે તેના ટોપ સિક્રેટ નેક્સ્ટ જનરેશન B-21 સ્ટીલ્થ બોમ્બરનો પહેલો ફોટો જારી કર્યો છે, જે શીત યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલા B-52 બોમ્બરનું સ્થાન લેશે.
બોમ્બરને એ રીતે ડિઝાઇન કરાયું છે કે તે દુનિયામાં ક્યાંય પણ હવાઇ હુમલા કરી શકે છે. તેને બનાવવામાં 100 અબજ ડૉલરનો (6 લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુ) ખર્ચ થશે.

કોઇ પણ રડારમાં નહીં પકડાય B-21
- આ બોમ્બર ઝિગઝેગ શૅપમાં હશે અને દુશ્મનના રડારની પકડમાં આવશે નહીં.
- અગાઉ તે લૉન્ગ રેન્જ સ્ટ્રાઇક બોમ્બર (LRS-B) નામથી ઓળખાતું હતું પરંતુ હવે તેને B-21 નામ અપાયું છે.
- એમ પણ કહેવાય છે કે યુએસ એરફોર્સમાં 21મી સદીનું આ પહેલું બોમ્બર હશે.
- હાલ તેના સ્પેસિફિકેશન્સ સિક્રેટ રખાયા છે, જેના પરથી આવતા મહિને પડદો ઊઠવાની શક્યતા છે.
- જોકે, એક્સપર્ટ્સનું માનવું છે કે આ વૉર પ્લેન હાઇટેક કમ્યૂનિકેશન્સ સિસ્ટમથી સજ્જ હશે.
- તે B-52ને રિપ્લેસ કરશે. તદુપરાંત, B-1 બોમ્બર્સનું પણ સ્થાન લેશે.
- B-1 બોમ્બર્સને 2040 સુધીમાં યુએસ એરફોર્સના શસ્ત્રકાફલામાંથી હટાવી લેવાશે.
- B-21ને યુએસ એરફોર્સમાં 2020 સુધીમાં સામેલ કરવાનું આયોજન છે.
- પ્રાપ્ત અહેવાલો મુજબ, યુએસ એરફોર્સ આવા 100 વૉર પ્લેન ખરીદવા માગે છે.
- યુએસના ડિફેન્સ હેડક્વાર્ટર્સ પેન્ટાગોને ગત ઓક્ટોબરમાં નૉર્થરોપ કંપનીને નવા બોમ્બર્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
- પ્રત્યેક પ્લેનની કિંમત 511 મિલિયન ડૉલર (3,220 કરોડ રૂપિયાથી વધુ) ગણાવાઇ રહી છે.
વધુ ફોટોગ્રાફ માટે આગળની સ્લાઇડ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...