તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીં બાળકો પણ ટેસથી લગાવે છે સિગારેટના કશ, જુઓ PHOTOS

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જકાર્તાઃ પશ્ચિમી દેશોમાં ધુમ્રપાન કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે, જ્યારે તેનાથી વિપરીત ઇન્ડોનેશિયામાં ધુમ્રપાન કરતાં લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં 60 ટકા પુરુષો નિયમિત રીતે ધુમ્રપાન કરે છે અને તંબાકુનો ઉપયોગ કરે છે. આ આંકડાઓ જાણ્યા પછી તે સબ્જેક્ટ પર ડોક્યુમેન્ટ્રી બનાવવા ગયેલ કેનેડાની ફોટોગ્રાફર મિશેલ સિઉએ જણાવ્યું કે, ધુમ્રપાન ઇન્ડોનેશિયાની સંસ્કૃતિનો ભાગ બની ગયું છે.
 
- મિશેલે જણાવ્યું કે, અહીંયા કેટલાક બાળકોએ પોતાના જીવનની પહેલી સિગરેટ ચાર વર્ષની ઉંમરે પીધી હતી.
- તમાકુનો ઉપયોગ ઇન્ડોનેશિયાની સૌથી મોટી સમસ્યા છે અને તે અહીંયાની સંસ્કૃતિ, રાજનીતિ અને અર્થવ્યવસ્થાનો ભાગ બની ગયો છે.
- ઇન્ડોનેશિયાનું અર્થતંત્ર તમાકુ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે. અહીંયાની વસ્તીનો મોટો ભાગ તમાકુની ખેતી કરીને પેટીયું રળે છે અને પોતાનું બાળપણ સિગારેટના ધૂમાડા વચ્ચે વીતાવે છે.
- ધુમ્રપાન અંગેના અહીંયાના નિયમો અન્ય જગ્યાના નિયમો કરતાં અલગ છે.
- સાર્વજનિક જગ્યાઓએ અહીંયા સ્કૂલ જતાં બાળકો ધુમ્રપાન કરતાં  જોવા મળતા હોય છે.
- અહીંયાની સરકાર માટે તમાકુ ઇન્ડસ્ટ્રીને કંટ્રોલમાં કરવી સરળ નથી, કેમ કે તેમ કરવાથી તેમની આવકનો મોટો સ્ત્રોત બંધ થઇ જશે.
- મિશેલે જણાવ્યું કે, અહીંયાના બાળકો વયસ્કની જેમ સિગારેટ પીતા હોય છે, તેઓ દિવસમાં સિગારેટના બે પેકેટ પૂરા કરી દેતા હોય છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ મિશેલે ક્લિક કરેલ ધુમ્રપાન કરતાં બાળકોની તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો