• Gujarati News
  • F 16 Plane Collided With Smaller Cessna C150 Plane In USA

અમેરિકામાં અજબ અકસ્માતઃ આકાશમાં ઉડતા એક વિમાન સાથે બીજુ ટકરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોન્ક કોર્નરઃ અમેરિકામાં એક અનોખી હવાઈ દુર્ઘટના ઘટી છે, જેમા એક F-16 ફાઈટર પ્લેન આકાશમાં જ ઉડતા એક નાના સાથે ટકરાયું. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં છે. આકાશમાં થયેલી આ વિમાન દુર્ઘટનાનો કાટમાળ મોટા વિસ્તારમાં પડ્યો છે.

નેશનલ ટ્રાન્પોર્ટેશન સેફ્ટી બોર્ડના પ્રવક્તા પીટર નુડસનના જણાવ્યા અનુસાર મંગળવારે થયેલી આ દુર્ઘટનામાં 'સ્મોલર કેસ્સના' વિમાનમાં સવાર બન્ને લોકો માર્યા ગયાં છે. દુર્ઘટના પહેલા
F-16નો પાયલટ ફાઈટર જેટમાંથી 'ઈજેક્ટ' થઈ ગયો હતો. અને તેને કોઈ ઈજા પહોંચી નથી. સાઉથ કોરોલિનાના શો એરફોર્સ બેઝના પ્રવક્તા લેફ્ટનન્ટ જેની હાયડને જણાવ્યું કે પાઈલટને હાલમાં બેઝમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યો છે.

NTSBની તપાસમાં હજુ સુધી એ જાણી શકાયું નથી કે વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હતું. બર્કેલી કાઉન્ટીના પ્રવકતા માઈકલ મુલેના જણાવ્યા અનુસાર આ વિમાન દુર્ગટનાનો કાટમાળ ખેતરોમાં પડ્યો હતો. જોકે, એમા કોઈને ઈજા પહોંચી હોવાનું જાણવા નથી મળ્યું. ચાર્લ્સ્ટનથી 32 કિલોમિટર ઉતરપશ્ચિમમાં આ દુર્ઘટના ઘટી હતી.

દુર્ઘટનાને નજરે જોનારા એક શખ્સે જણાવ્યું કે આકાશમાં ધડાકો થતા મેં ઉપર જોયું તો વિમાનનો કાટમાળ નીચે પડી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન એરફોર્સ છેક 1970થી F-16 ફાઈટર જેટ ઉડાડી રહી છે. જોકે, હાલમાં આમાની બહુ જ ઓછી સ્ક્વોર્ડન્સ એક્ટિવ ડ્યુટીમાં છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર કેસ્સના 150 એ 1959માં ડેબ્યુ કરેલું ટુ સીટર વિમાન છે. આ વિમાન સિંગલ એન્જીન પ્લેન છે અને અમેરિકામાં તેનું ખાસ્સું ચલણ છે.

આગળની સ્લાઈડમાં જુઓ... દુર્ઘટનાની કેટલીક તસવીરો...