તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પનો મેનિફેસ્ટોઃ ભારત USનું મિત્ર, 'પાક-ચીનના સંબંધો ચિતાનો વિષય'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્લીવલેન્ડઃ અમેરિકાના ઓહિયોના ક્લીવલેન્ડમાં રિપબ્લિકન પાર્ટીનું કન્વેંશન શરૂ થઈ ગયું છે, કન્વેંશનના પ્રથમ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. મેનિફેસ્ટો પ્રમાણે ભારતને અમેરિકાનું જિયોપોલિટિકલ અલાઈ ગણાવવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાન-ચીનના રિલેશનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભવિષ્યના ખતરાને ધ્યાને રાખી રિપબ્લિકન ઈચ્છે છે કે પાકિસ્તાનના ન્યૂક્લિયર વેપન્સને સુરક્ષીત કરવામાં આવે, 58 પેજનો મેનિફેસ્ટો....

- અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન યોજાનાર છે. જેને લઈને રાજનૈતિક ચર્ચાઓએ વધી ગઈ છે.
- સોમવારે રિપબ્લિકન પાર્ટીએ 58 પેજનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો.
- અમેરિકાની આગામી ફોરેન પોલિસીને લઈને એક્સપર્ટ્સ વિવિધ પાર્ટીના મેનિફેસ્ટોની રાહ જોતા હતા.
- મેનિફેસ્ટો પરથી અંદાજ લગાવવામાં આવે છે કે પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટના વર્લ્ડ પોલિટિક્સને વીશે શું વિચાર છે.
રિપબ્લિકનનો ભારતને લઈને પાઝિટિવ વિચાર
- રિપબ્લિકન પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ભારતને પોતાનું મિત્ર ગણાવ્યું છે.
- પ્રાઈમરી ઈલેક્શન દરમિયાન ટ્રમ્પ દ્વારા કહેવામાં આવેલી વાતમાં ભારત પાસે અનેક અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
- મેનિફેસ્ટો પ્રમાણે ભારત, અમેરિકાનું જિયોપોલિટિકલ અલાઈ હોવાની સાથે સ્ટ્રેટજિક પાર્ટનર છે.
- લોકોની કામ કરવાની રીત અને લોકતંત્રને કારણે ભારતે એશિયામાં જ નહીં સમગ્ર દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
- મેનિફેસ્ટોમાં ભારતના ટ્રેડ, ઈકોનોમી, વધતા ઈન્વેસ્ટમેંટ અને લોકોના જીવન ધોરણની પણ સરાહના કરવામાં આવી છે.
- તો ભારતના તમામ કોમ્યૂનિટીને અપીલ કરવામાં આવલી કે તેઓ વોયલેંસ અને અસમાનતા સામે મજબૂતીથી સામનો કરે,
- જો કે અમેરિકા-ચીનના સંબંધોમાં ભારતની શું ભૂમિકા હશે એ અંગે સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી.
ચીનને લઈને ચિંતા વ્યક્ત કરી
- રિપબ્લિકન્સે ચીન સાથેના સંબંધોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
- મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું કે અમેરિકાને ચિંતા ચીનની ઈકોનોમિકથી વધુ તેની મિલિટરી શક્તિ વધવાથી છે.
- સાઉથ ચાઈના સીના મોટા વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. જેના કારણે US અને ચીન વચ્ચે તકરાર વધી છે.
- રિપબ્લિકન્સનું માનવું છે કે ચીનની કરંસી પોતાના હિસાબે ચાલે છે. અને તેઓ અમેરિકાની ટેક્નોલોજીની ચોરી કરે છે.
- ચીનના ઈંટેલેક્ચુઅલ રાઈટ્સ અને ઈકોનોમી પણ પાઈરેસી પર બેસ્ડ છે.
પાકિસ્તાનની ખરાબ ઈમેજ
- રિપબ્લિકન્સમાં પાકિસ્તાનની ઈમેજ ખૂબ જ ખરાબ છે.
- મેનિફેસ્ટોમાં પાકિસ્તાનના સંબંધો ભારત સાથે સારા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- હાલ પાકિસ્તાન સાથે સંબંધો જરૂરી છે પરંતુ તેના લીધે ઘણીવાર મુશ્કેલી પણ ઉભી થાય છે.
- કોઈપણ પાકિસ્તાની સિટિજનને ટેરરિઝમ વિરોધના યુદ્ધમાં મદદ કરવા માટે સજા આપી શકાય નહીં. આ વાત ડૉ, શકીલ અફરીદીને ધ્યાને રાખી કહેવામાં આવી હતી.
- ડૉ, શકીલે ઓસામા બિન લાદેનની જાણકારી અમેરિકાને આપી હતી. બાદમાં પાકિસ્તાને શકીલને જેલમાં પૂરી દીધા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે જોખમી છે : ક્લિન્ટન
હિલેરીક્લિન્ટને ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ટ્રમ લોકશાહી માટે જોખમી છે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ જેવી રીતે મહિલાઓ સાથે વર્તે છે તે જોતાં યુએસનો પ્રેસિડન્ટ બનવા લાયક નથી. ટ્રમ્પ અમેરિકાના લોકતંત્ર માટે જોખમી છે. તે અબ્રાહમ લિન્કનની પાર્ટીનો ઉમેદવાર છે અને હવે જણાઇ રહ્યું છે કે રિપબ્લિકન પાર્ટી હવે ટ્રમ્પની છે. ટ્રમ્પ બીજા ધર્મોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ ઇચ્છે છે. તેણીએ કાનૂની કાયદાઓ પર ફરી વિચારણા કરી તેમાં સુધારા કરવા અંગે કહ્યું હતું. પોલીસ તથા સમાજને સુરક્ષિત રાખવા માટે ગન કોમનસેન્સ કાયદો પસાર કરવા માટે વાત કરી હતી. ચૂંટણી કેમ્પેઇન ‘હિલેરી ફોર અમેરિકા’ હિલેરીએ એક અઠવાડિયામાં 500થી વધારે ઇવેન્ટ્સનું આયોજન કરશે.
આગળની સ્લાઈડ પર જુઓ ડોલાન્ડ ટ્રમ્પની પત્નીની તસવીર.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો