'મારા કેબિનેટમાં શ્રેષ્ઠ વુમેન લીડર્સ', પહેલા કરતાં વધુ સફળ થશે મહિલાઓઃ ટ્રમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ડિયન અમેરિકન નિક્કી હેલી અને સીમા વર્માના વખાણ કરતાં કહ્યું કે મારા કેબિનેટ શ્રેષ્ઠ મહિલા નેતાઓ છે, મારું એડમિનિસ્ટ્રેશન અમેરિકાને એવો દેશ બનાવશે જ્યાં, મહિલાઓ કામ કરી શકશે અને એવી સફળતા મેળવશે જે પહેલા ક્યારેય નહીં મળી હોય.
 
નિક્કી હેલી એક ટફ કોમ્પિટીટર
 
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસમાં બુધવારે વુમન એમ્પાવરમેન્ટ પર એક કાર્યક્રમ યોજાયો હતો.
- કાર્યક્રમમાં પેનલ ડિક્શન દરમિયાન ટ્રમ્પે કહ્યું કે યુનાઈટેડ નેશન્સમાં US એમ્બેસેડર નિક્કી હેલી એક ટફ કોમ્પિટીટર છે અને તે પોતાની જોબ સારી રીતે કરી રહી છે.
- પેનલ ડિસ્કશનમાં ઈન્ડિયન અમેરિકન સીમા વર્મા અને ટ્રમ્પની પત્ની મેલાનિયા પણ હાજર હતી.
- ઉલ્લેખનીય છે કે સીમા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં હેલ્થકેરની ટોપ પોસ્ટ પર છે.
- ટ્રમ્પે કહ્યું કે 'મારા કેબિનેટમાં ઉષ્કૃષ્ઠ મહિલા નેતાઓ છે. જેમ કે એડમિનિસ્ટ્રેટર લિંડા મેકમાહોન ઘણા સમયથી મારી સારી મિત્ર છે, તેણે બિઝનેસમાં સારું કામ કર્યું'.
- 'તો એડમિનિસ્ટ્રેટર સીમા વર્મા, સેક્રેટરી બેત્સી ડીવોસ અને સાઉથ કેરોલિનાની મારી સારી મિત્ર નિક્કી હેલી પણ આ લીડર્સમાં સામેલ છે'
 
શું કહ્યું વાઈસ પ્રેસિડન્ટે ?
 
ડિક્શન દરમિયાન અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ માઈક પેંસે કહ્યું કે 'નિક્કી હેલી ખૂબ જ કૂલ છે અને તે મારા 2 પુત્રીઓમાંથી એકની ફેવરિટ છે. એડમિનિસ્ટ્રેશનમાં તમારું હોવું સમ્માનજનક વાત છે'. સીમા વર્માના વખાણ કરતાં માઈકે કહ્યું કે એ સાચું છે કે મહિલાઓ આપણા એડમિનિસ્ટ્રેશન, આપણી ઈકોનોમી અને આપણી કોમ્યુનિટીને દરરોજ નવી ઉંચાઈએ લઈ જઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...