તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હાઇટ હાઉસમાં સુરક્ષિત નથી ટ્રમ્પ, હુમલો થાય તો બચાવવા મુશ્કેલઃ પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકાના એક પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટે વોર્નિંગ આપી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં સુરક્ષિત નથી. આ એજન્ટે સ્પષ્ટ કહ્યું કે, આતંકી હુમલો થશે ત્યારે સિક્રેટ સર્વિસ માટે ટ્રમ્પને બચાવવા મુશ્કેલ સાબિત થશે. ડેન બોનગિનો પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટ છે, જે બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશની સિક્યોરિટી કરી ચૂક્યા છે.
 
બીજું શું કહ્યું પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટે

- ડેનનું નિવેદન એટલે અગત્યનું થઇ જાય છે, કારણ કે થોડા જ દિવસો પહેલા એક વ્યક્તિ વ્હાઇટ હાઉસની વાડ કૂદીને અંદર ઘૂસી ગયો હતો. આ વ્યક્તિ લગભગ 15 મિનિટ સુધી હાઇ સિક્યોરિટી એરિયામાં રહ્યો હતો. 
- બોનગિનોએ કહ્યું કે, ઘૂસણખોરે ઘણા એલાર્મ બંધ કર્યા હતા. આથી સાબિત થાય છે કે, સિક્યોરિટીમાં તો ઉણપ છે જ. 
- ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બોનગિનોએ કહ્યું કે, આ ઘટનાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે, આપણા પ્રેસિડન્ટ સુરક્ષિત નથી. સિક્રેટ સર્વિસ પાસે એટલા લોકો નથી જે પ્રેસિડન્ટને ફુલ પ્રૂફ સુરક્ષા આપી શકે. 
 
એક સાથે 40 આતંકીઓ હુમલો કરે તો...

- ડેન બોનગિનો એ વ્યક્તિ છે, જેમને સિક્રેટ સર્વિસના હોશિયાર એજન્ટ માનવામાં આવતા. ફોક્સ ન્યૂઝ અનુસાર, ડેનની વાતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. 
- ડેને કહ્યું કે, સિક્રેટ સર્વિસ એક વ્યક્તિને કાબૂમાં ન કરી શકી. વિચાર કરો કે, એક સાથે 40 આતંકીઓ હુમલો કરે અને તેઓ વ્હાઇટ હાઉસમાં ઘૂસી જાય તો શું? મારી વાતનો વિશ્વાસ કરો કે, આતંકીઓ પણ આમ કરવાનું વિચારી રહ્યા હશે.
- ઉલ્લેખનીય છે કે, 26 વર્ષનો જે વ્યક્તિ ઘૂસ્યો હતો તેનું નામ જોનાથન ટ્રાન છે અને તે થોડા દિવસો પહેલા વ્હાઇટ હાઉસના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયો હતો. 
- ઓબામા જ્યારે પ્રેસિડન્ટ હતા ત્યારે ઘણીવાર સિક્યોરિટીમાં બેદરકારીના ઘણા મામલા સામે આવ્યા હતા. ટ્રમ્પના પ્રેસિડન્ટ બન્યા પછી આવો આ પહેલો મામલો હતો, જેમાં અજાણી વ્યક્તિ વ્હાઇટ હાઉસમાં અંદર સુધી પહોંચી ગઇ.  
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો