તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US આવતા કેટલાક દેશના પેસેન્જર્સ પર પ્લેનમાં લેપટોપ રાખવા પર લાગી શકે પ્રતિબંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકા પોતાના ત્યાં કેટલાક દેશના મુસાફરને ફ્લાઈટ્સમાં લેપટોપ, ટેબલેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે રાખવા પર પ્રતિબંધ લગાવી શકે છે. મંગળવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નવો નિયમ બનાવી શકે છે. રોયલ જોર્ડેનિયન એરલાયન્સે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આઠ જેટલા દેશ પર પ્રતિબંધ લગાવવાની વાત પર આશંકા વ્યક્ત કરી હતી.
 
 
- વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે રોયલ જોર્ડેનિયન એરલાયન્સે ટ્વીટ કરી અમેરિકાના નવા પ્રતિબંધ અંગે જાણકારી આપી હતી.
- બે અધિકારીઓએ પણ ન્યૂઝ પેપરને જણાવ્યું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈઝને ફ્લાઈટમાં લાવવા પર બેન લગાવી શકે છે.
- એરલાયન્સના બે અધિકારીઓએ ટ્વીટ કર્યું કે 21 માર્ચથી કેટલાક દેશના લોકો પર ફ્લાઈટમાં ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈઝ રાખવા પર બેન લાગી શકે છે.
 
શું લખ્યું ટ્વીટમાં ?
 
- 'કેટલાક દેશના લોકો અમેરિકા આવતી વખતે ફ્લાઈટમાં પોતાની સાથે ઈલેક્ટ્રોનિક અથવા ઈલેક્ટ્રિકલ ડિવાઈસ સાથે રાખી નહીં શકે'
- 'જો કે નવા બેનમાં સેલફોન અથવા મેડિકલ ડિવાઈસને બાકાત રાખવામાં આવ્યા છે'
- એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકન એરલાયન્સ પર આ પ્રતિબંધની કોઈ અસર થશે નહીં.
- જો કે અમેરિકન વિભાગ તરફથી ઈન્ક્વાયરી ટ્રાંસપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન અને ત્યાંના હોમલેન્ડ સિક્યોરિટીને મોકલી દેવામાં આવી છે.
- ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના સ્પોક્સપર્સન ડેવિડ લેપન પ્રમાણે સિક્યોરિટીને ધ્યાને રાખી હાલ કોઈ કહી શકાય નહીં. નિર્ણય બાદ જાહેરાત કરાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો