તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિલેરીએ USને વિરાસતમાં હત્યા, આતંક, તબાહી અને નબળાઈ આપીઃ ટ્રમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્લીવલેન્ડઃ રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેંડિડેટ તરીકે પોતાનું નોમિનેશન મંજૂર કરાવ્યું છે. ટ્રમ્પે પોતાની સ્પિચમાં ડેમોક્રેટ્સ અને હિલેરી ક્લિન્ટન પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે આક્ષેપ લગાવ્યો કે અમેરિકા ક્રાઈસિસમાં છે, દેશ ગરીબી અને બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યો છે. હું દેશમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સુધારવાનું વચન આપું છું, નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને હરાવવાની છે. અમારા માટે પહેલાં અમેરિકા....
- ટ્રમ્પે કહ્યું કે અમારા માટે 'પહેલા અમેરિકા' છે.
- "અત્યાર સુધી જે લોકોએ અમેરિકાની સત્તા સંભાળી છે તેના માટે અમેરિકાનું હિત પહેલા નથી."
- "કોઈ પણ પહોંચી વળવા ઓબામા એડમિનિસ્ટ્રેશન નિષ્ફળ રહ્યું છે. અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધી રહી છે."
- "ઓબામાએ દેશની ખાધમાં વધારો કર્યો છે. કરપ્શનનું પ્રમાણ વધ્યું છે. હું તમારો અવાજ છું."
-" હું જ દેશને સારી સ્થિતિમાં લઈ જઈશ, અમેરિકાને હવે પરિવર્તનની જરૂર છે."
પુત્રી ઈવાન્કાને કરી ઇન્ટ્રોડ્યૂસ
- ટ્રમ્પે પોતાની પુત્રી ઈવાન્કાને પણ ઇન્ટ્રોડ્યૂસ કરી હતી.
- ઈવાન્કાએ એક ચાઈલ્ડકેર પોલિસીની જાહેરાત કરી હતી.
- તેણીનું કહેવું છે કે જો મારા પિતા પ્રેસિડેન્ટ બનશે તો તે લેબર લોમાં અનેક બદલાવ કરશે,
- "મારા પિતાનો પ્રયાસ રહેશે કે મહિલાઓને વર્કપ્લેસ પર યોગ્ય સ્થાન મળે, અત્યારે આવું નથી થતું."
ટ્રમ્પે લગાવ્યાં હિલેરી પર આરોપ
- '2009માં હિલેરીના આવ્યાં પહેલા આઈએસઆઈએસનું અસ્તિત્વ ન હતુ.'
- 'હિલેરીએ અમેરિકાને વારસામાં મોત, આતંકવાદ, વિનાશ અને નબળાઈ આપ્યા છે.'
- 'અમે ISISનું સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખીશું, તો ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી પર લગામ કસવામાં આવશે'
- 'જે દેશ આતંકવાદને મદદ કરશે તેના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે'
- 'અમે LGBT રાઈટ્સને પ્રોટેક્ટ કરશું, કારણ કે આ લોકોને પણ પોતાનાં સપનાં પૂરા કરવાનો અધિકાર છે'
- ટ્રમ્પે ખુદને પાવરફૂલ અલાઈ ગણાવતા કહ્યું કે 'હું તમારી સાથે છું, તમારા માટે લડીશ અને જીતશ પણ'
- 'હું રાજનીતિમાં એટલા માટે આવ્યો છું કે શક્તિશાળી લોકો નબળાં લોકોનું શોષણ ન કરે'
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો,.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો