મહિલાની સ્માઈલ પર ફિદા થઈ ગયા ટ્રમ્પ- પાસે બોલાવી પૂછ્યું ક્યાંથી આવો છો?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ પોતાના સ્વભાવને કારણે હંમેશા ચર્ચામાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચર્ચામાં છે. આ વખતે તેઓ આયર્લેન્ડની એક મહિલા રિપોર્ટર પર કોમેન્ટ કરી ચર્ચામાં છે. ટ્રમ્પ વ્હાઈટ હાઉસ ઓફિસમાંથી આયર્લેન્ડના નવા ચૂંટાયેલા પીએમ લીયો વરાડકર સાથે ફોન પર વાતચીત કરી રહ્યાં હતા આ દરમિયાન તેઓએ લીઓને કહ્યું કે અહીં અમારા રૂમમાં આયર્લેન્ડની અનેક સુંદર રિપોર્ટર હાજર છે, ત્યારબાદ ટ્રમ્પ ફોન હોલ્ડ પર મૂકી રિપોર્ટર સાથે વાતચીત કરવા લાગ્યા હતા.
 
ચાલુ ફોન હોલ્ડ પર મૂકી કરી કોમેન્ટ
 
- આયર્લેન્ડના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રીને શુભકામના પાઠવવા ટ્રમ્પે ઓવેલ ઓફિસમાંથી ફોન કર્યો હતો.
- આ વાતચીતના રિપોર્ટિંગ માટે ઓવેલ ઓફિસમાં અનેક રિપોર્ટરો હાજર હતા, જેમાં આયર્લેન્ડની એક રિપોર્ટર સામેલ હતી.
- ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પનું ધ્યાન સામે ઉભેલી આયર્લેન્ડની રિપોર્ટર કેટ્રિઓના પેરી પર પડ્યું અને તેઓએ ઈશારો કરી તેને બોલાવી હતી.
- ટ્રમ્પે પેરીને બોલાવી પૂછ્યું કે 'તમે ક્યાંથી આવો છો, અને તમારી સ્માઈલ ખૂબ જ સુંદર છે.'
- ટ્રમ્પની કોમેન્ટ બાદ ઓવેલ ઓફિસમાં હાજર લોકો ખડખડાટ હસી પડ્યાં હતા.

આયર્લેન્ડના પીએમે ટ્રમ્પને રાહ જોવડાવી
 
આયર્લેન્ડના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી લીયો વરાડકરને શુભકામના પાઠવવા માટે પ્રેસિડન્ટ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી ફોન કર્યો હતો. ટ્રમ્પે શેડ્યુઅલ પ્રમાણે આયર્લેન્ડના પીએમને ફોન કર્યો પરંતુ કોઈ કારણોસર વરાડકરે અંદાજે 90 સેકન્ડ સુધી રાહજોવડાવી હતી જેના કારણે ટ્રમ્પ ઓકવર્ડ મૂવમેન્ટમાં મૂકાયા હતા. આ દમરિયાન વ્હાઈટ હાઉસ ઓફિસમાં હાજર ફોટોગ્રાફરે ટ્રમ્પનું રિએક્શન કેમેરામાં કેદ કર્યું હતું. આ ફોટો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
 
કોણ હતી રિપોર્ટર?
 
કેટ્રિઓના પેરી ધ વોશિંગ્ટનની રિપોર્ટર છે અને તે આયર્લેન્ડના ન્યૂઝ આઉટલેટ RTEની અમેરિકામાં બ્યૂરો ચીફ છે. વ્હાઈટ ઓફિસની ઓવેલ ઓફિસમાં બનેલી ઘટનાને રિપોર્ટર પેરીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો હતો જે ટૂંક સમયમાં જ વાયરલ બન્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ટ્વીટર યુઝર્સ વિવિધ કોમેન્ટ કરી પ્રેસિડન્ટની આલોચના કરી હતી.
 
આગળની સ્લાઈડ પર જુઓ કેવી રીતે ઓવેલ ઓફિસમાં હાજર લોકો ખડખડાટ હસી પડ્યાં હતા....
અન્ય સમાચારો પણ છે...