ટાઇમ મેગેઝીનના 'મી-ટુ કેમ્પેઈન' કવર પેજ પર ગોટાળો, લોકો થયા ગુસ્સે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બુધવારે ટાઇમ મેગેઝિને ‘મી-ટુ કેમ્પેઈન'ને 'પર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ આ મેગેઝીનનું કવર પેજ પ્રકાશિત થયું, તેની  ગણતરીની સેકન્ડોમાં જ લોકોએ ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં લોકોએ રોઝ મેકગોવાન પેજ પર કેમ નથી? તેવી ફરિયાદ કરી છે. ટ્વીટર પર અનેક લોકોએ આ કવર પેજને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેકગોવાન પહેલી એવી એક્ટ્રેસ છે જેણે પ્રખ્યાત હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વે વેન્સ્ટીન પર યૌન શોષણના ખુલ્લેઆમ આરોપ લગાવ્યા હતા. 


‘મી-ટુ કેમ્પેઈન’ 2017 બન્યું ‘ટાઈમ પર્સન ઓફ ધી યર’
- ઇન્ટરનેટ પર #MeToo કેમ્પેઇનને આ વર્ષે ટાઇમ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ મૂવમેન્ટ પાછળ જાણીતી મહિલાઓને પ્રકાશિત કરતું કવર પેજ બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. 
- કવર રિલીઝ થવાની ગણતરીની સેકન્ડોમાં જ લોકોએ સોશિયલ મીડિયા પર હાર્લે વેન્સ્ટીન પર યૌન શોષણના આરોપ લગાવનાર એક્ટ્રેસ રોઝ મેકગોવાન કવર પેજ પર શા માટે નથી તેવા સવાલો ઉઠાવ્યા હતા. 

 

હોલિવૂડ અને બોલિવૂડ 'પ્રોપેગન્ડા મશીન' છે: રોઝ મેકગોવાન 
- રોઝ મેકગોવાન હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર હાર્લે વેન્સ્ટીન પર યૌન ઉત્પિડન અને દુષ્કર્મના આરોપ લગાવનાર 50 મહિલાઓમાં સૌથી પહેલી એક્ટ્રેસ છે. 
- આ આરોપ તેણે ન્યૂયોર્ક ટાઇમ્સ અને ધ ન્યૂયોર્કર દ્વારા હોલિવૂડમાં 30 વર્ષના યૌન શોષણ મામલાઓના ખુલાસો કરતી વખતે લગાવ્યા હતા. 
- રોઝના વેન્સ્ટીન પર યૌન ઉત્પિડનના ખુલાસા બાદ હોલિવૂડની જાણીતી હસ્તીઓ જેમાં એક્ટર્સ, ફિલ્મ મેકર્સ, પત્રકાર, હાસ્ય કલાકાર, ટોક શોના હોસ્ટ વગેરેએ યૌન શોષણના શિકાર થયાનો ખુલાસો કર્યો છે. 

 

આગળ જાણો, શું છે #MeToo કેમ્પેઇન અને 'ટાઇમ પર્સન ઓફ ધ યર' વિશે ખાસ માહિતી... 

અન્ય સમાચારો પણ છે...