તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Three Police Officers Are Shot Dead In A Shooting In Baton Rouge, Suspect Also Dead,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાના બેટન રગમાં 3 પોલીસની ગોળી મારી હત્યા, 7ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: લુઈસિયાનાઃ અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના પ્રકાસમાં આવી છે. લુઈસિયાના સ્ટેટના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે 8 પોલીસકર્મી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. કાળા કપડામાં આવેલા હુમલાખોરોએ પોલીસને નિશાન બનાવ્યાં હતા, પોલીસે વળતો જવાબ આપતાં એક શકમંદનું પણ મોત નીપજ્યું હતુ. શું હતી સમગ્ર ઘટના....
પોલીસના પ્રવક્તા ડોન કોપોલાએ કહ્યું કે પોલીસે સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઓલ્ડ હેમન્ડ હાઈવે નજીક એરલાઈન હાઈવે પર સવારે 9.00 વાગ્યે એક સ્થળ પર પોલીસ અધિકારીઓ પર ગોળીબારના અહેવાલ પ્રાપ્ત થતાં બેટન રગ પોલીસ વિભાગ અને પૂર્વ બેટન શેરીફ્સ ઓફિસના જવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. લુઇસિયાનાના ગવર્નર જ્હોન બેલ એડવર્ડ્સે રવિવારના હુમલાની ઘટનાને અન્યાયી અને આઘાતપૂર્ણ ગણાવી હતી. 5મી જુલાઈએ શ્વેત પોલીસ અધિકારીઓ દ્વારા એક અશ્વેતને મારી નખાયા બાદથી બેટન રગમાં પોલીસ અધિકારીઓ સામે તંગદિલીપૂર્ણ વાતાવરણ છે. અમેરિકાનાં અનેક શહેરોમાં અશ્વેતોએ શ્વેત પોલીસ અધિકારીઓના કૃત્યની આકરી ટીકા કરી હતી અને તેમના વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.
જે સસ્પેક્ટને ઠાર માર્યો તેનો જન્મદિવસ હતો
- પોલીસ ફાયરિંગમાં જે સસ્પેક્ટનું મોત થયું છે તેનું નામ લોન્ગ હતુ અને રવિવારે તેનો જન્મ દિવસ હતો.
- લોન્ગ અમેરિકન-આફ્રિકન હતો અને મિસૌરીના કંસાસ સિટીમાં રહેતો હતો.
- લોંગના રિલેટિવ્સનું કહેવું છે કે તેણે 29 વર્ષ પૂરા કર્યા હતા અને તે બેટન રૂઝમાં બર્થ ડેની ઉજવણી કરી રહ્યો હતો.
- 2012માં તે યૂનિવર્સિટી ઓફ અલબામામાં સ્ટડી કરી રહ્યો હતો.
- તો અન્ય એક શકમંદ સ્ટર્લિંગની આંટીએ કહ્યું કે હવે આ કિલિંગ બંધુ થવુ જોઈએ,
શું કહ્યું ઓબામાએ
- પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું કે પોલીસ પર હુમલા સાખી લેવામાં આવશે નહીં. પોલીસ પર હુમલો એટલે અમેરિકા પર હુમલો કરવા બરાબર છે.
- ઓબામાએ લોકોને અપીલ કરી કે ઉકસાવવા અથવા ભાગલા વાળા શબ્દો અને એક્શનથીથી બચવું.
- ઓબામાએ આ ઘટનાને ડરપોકનું કામ ગણાવ્યું છે.
- પ્રેસિડેન્ટે બેટન રૂઝના ગવર્નર જોન બેલ એડવર્ડ્સ અને મેયર કિપ હોલ્ડનને સમગ્ર ઘટનાની તપાસ કરવાનું કહ્યું હતુ.
અમેરિકામાં અત્યાર સુધીની ફાયરિંગની મોટી ઘટના
- 2016 જુન ઓરલેન્ડો નાઈટક્લબમાં ફાયરિંગ, 50નાં મોત
- 2015 ડિસેમ્બર સેન બર્નાડિનોમાં ફાયરિંગમાં 14નાં મોત
- 2015 નવેમ્બર કોલારેડો સ્પ્રિંગ્સમાં ક્લિનિક પર હુમલો, 3નાં મોત
- 2015 ઓક્ટોબર અમ્પક્વા કોલેજમાં ફાયરિંગમાં 9નાં મોત
- 2015 જુલાઈ ચટ્ટાનુગામાં મિલિટરી સેંટર પર હુમલામાં 5 સૈનિકનાં મોત
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો