તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેનના બિઝનેસ ટાયકૂન બે દિવસ માટે બન્યા સૌથી અમીર, જાણો કેમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ બિલ ગેટ્સ બે દિવસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યા ન હતા. તેઓને સ્પેનના બિઝનેસ ટાયકૂન અમનસિયો ઓરટેગાએ પાછળ રાખી દીધા હતા. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે અમનસિયોની શોપિંગ ચેઈન 'જારા' કંપનીના શેર અચાનક વધી ગયા અને તેની નેટવર્થ 5.96 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી. જ્યારે બિલ ગેટ્સની નેટવર્થ 5.89 લાખ કરોડ રૂપિયા છે.
પુત્રીના નામે થશે સંપતી
- બુધવારે એમનસિયોની કંપનીના શેરની કિંમત અચાનક 12 હજાર કરોડ રૂપિયા થઈ ગયા.
- આ પ્રકારે તેઓએ વોરેન બફેટ અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસને પણ પાછળ રાખી દીધા.
- કહેવામાં આવી રહ્યું છે કે એમનસિયોની સંપૂર્ણ નેટવર્થ તેની 31 વર્ષની પુત્રી મારટાના નામે થશે.
- જો કે તેમના માટે અત્યાર સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. પરંતુ તેઓને બિઝનેસ સંભાળવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
આવી છે એમનસિયોનું સ્ટ્રગલ
- સ્પેનના બિઝનેસ ટાયકૂન અમનસિયો ઓરટેગા એક રેલવે વર્કરના પુત્ર છે,
- માત્ર 14 વર્ષની વયે એમનસિયોએ એ શર્ટ બનાવનારા સાથે ડિલિવરી બોય તરીકે કરિયરની શરૂઆત કરી હતી.
- ત્યારબાદ થોડા જ વર્ષોમાં તેઓને નાઈટગાઉન, લોન્જરી અને બાળકોના કપડા બનાવવાનો વર્કશોપ શરૂ કર્યો.
- તેઓએ 1975માં 'જારા' નામની કંપનીની શરૂઆત કરી અને આજે તેઓના શો-રૂમ દુનિયાભરમાં આવેલા છે.
- ફેશનની દુનિયાના 59.3 ટકા માર્કેટ પર 'જારા'નો કબજો છે.
- કંપનીના એક ફોર્મર ડાયરેક્ટરે જણાવ્યું કે એમનસિયો કપડાની સેલિંગ પર ખાસ ફોકસ કરે છે.
- જો તેઓને કોઈ શોપના આસિસ્ટન્ટની વાત પણ સારી લાગે તો તેઓ તેને ધ્યાનથી સાંભળે છે.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો